Abhayam News
AbhayamGujarat

અમદાવાદમાં નિર્મિત 5 હજાર કિલોના સ્તંભ પર લહેરાશે રામ મંદિરની ધજા

The flag of Ram Mandir will be waved on the 5 thousand kg pillar built in Ahmedabad

અમદાવાદમાં નિર્મિત 5 હજાર કિલોના સ્તંભ પર લહેરાશે રામ મંદિરની ધજા તા. 22 નાં રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. ત્યારે રામ મંદિર માટે ધ્વજદંડ અમદાવાદ ખાતે આવેલ અંબિકા એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ 5 જાન્યુઆરીએ અમદાવાદથી પ્રસ્થાન થયેલો ધ્વજદંડ રામ મંદિર પહોંચ્યો હતો. 44 ફૂટ ઉંચા ધ્વજદંડને મંદિરનાં મુખ્ય શિખર પર સ્થાપિત કરવામાં આવશે. હાલ અયોધ્યા પહોંચેલા ધ્વજદંડને રામ મંદિરનાં પરિસરમાં રાખવામાં આવ્યો છે.

અમદાવાદમાં નિર્મિત 5 હજાર કિલોના સ્તંભ પર લહેરાશે રામ મંદિરની ધજા

મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવામાં 50થી વધુ કારીગરને 6 મહિનાનો સમય લાગ્યો આ બાબતે કારીગર મૌલિક પંચાલે જણાવ્યું હતું કે, અયોધ્યા રામ મંદિર માટે મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવામાં 50 થી વધુ કારીગરોની મદદ લેવામાં આવી હતી. તેમજ આ ધ્વજદંડ બનાવતો 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. તેમજ આ ધ્વજદંડ અમદાવાદની અંબિકા એન્જીનીયરીંગ વર્કસમાં બન્યો છે. અમે 5 જાન્યુઆરીએ ધ્વજદંડને લઈ અમદાવાદથી નીકળ્યા હતા. અને 8 જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચ્યા છીએ.

ધ્વજાદંડની વિશેષતાઓ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે.22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં બની રહ્યા છે. અમદાવાદના ગોતામા આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે. મેઇન ધ્વજદંજની ઊંચાઈ 44 ફૂટ છે અને તેનું વજન 5500 કિલો છે. આ ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે.અન્ય 6 ધ્વજદંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે.જેમાં એક ધ્વજદંડનું વજન 800 કિલો છે.

સહિત મંદિરનાં દરવાજાનો પણ સામાન મોકલી આપ્યો છેઃ ભરતભાઈ મેવાડા (ધ્વજદંડ બનાવનાર) ધ્વજદંડ બનાવતી ફેક્ટરીના માલિક ભરત મેવાડાએ જણાવ્યું હતું કે, અયોધ્યા રામ મંદિરનો ધ્વજદંડ બનાવવાનો લાભ ત્યાંના આર્કિટેકને લીધે મળ્યો છે.મંદિરમાં ઝુમ્મર, દીવા લટકાવવાનું મટિરિયલ સહિતનું મેં સપ્લાય કર્યું છે.રામ મંદિરના દરવાજામાં ક્રાફ્ટનું પિતળનું હાર્ડવેર સ્પેશિયલ વાપરવામાં આવ્યું છે. અમારી આ ત્રીજી પેઢી છે, છેલ્લા 81 વર્ષથી અમે દેશ-વિદેશના ઘણા મંદિરો માટે ધ્વજદંડ બનાવ્યા છે.

અમે ભગવાનને લગતુ સનાતન ધર્મને લગતું જ બધુ કામ કરી રહ્યા છીએ. જેમાં પિત્તળનાં ધજા દંડ, કળશ અમારે ત્યાં બની રહ્યો છે. અયોધ્યાના શ્રી રામ મંદિરનો જે ધ્વજ દંડ બની રહ્યો છે. તે છ મહિનાં પહેલા ઓર્ડર મળ્યો હતો. અને અમે છ મહિનાનો સમય માંગ્યો હતો. ત્યારે અમે આ કામ શિડ્યુલ મુજબ કામ પૂર્ણ કરી શક્યા છીએ. અમારી પાસે રામ મંદિરનો જે ઓર્ડર છે તેમાં દરવાજાને લગતી તેનાં હેન્ડલ, લોકીંગ સિસ્ટમ મંદિર માટે ખૂબ જ અલગ અલગ આવે. અમે 42 દરવાજાનો સામાન મોકલી આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

‘પાકિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં છે’

Vivek Radadiya

વાઇબ્રન્ટ સમિટ 2024

Vivek Radadiya

વિધાનસભા ચૂંટણીના 3 સૌથી ધનિક ઉમેદવાર

Vivek Radadiya