Abhayam News
AbhayamGujarat

અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં 27 ફેબ્રુઆરી 2019ની રાતનું વર્ણન કર્યું છે

Ajay Bisaria has described the night of 27 February 2019 in his book

અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં 27 ફેબ્રુઆરી 2019ની રાતનું વર્ણન કર્યું છે 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, આતંકવાદીઓએ પુલવામામાં તેમની નાપાક પ્રવૃત્તિઓને અંજામ આપ્યો હતો અને આ આતંકી હુમલા બાદ ભારતે આક્રમક કૂટનીતિ દ્વારા પાકિસ્તાનને તારા દેખાડ્યા હતા. ભારતના આક્રમક વલણથી પાકિસ્તાન એટલું ડરી ગયું હતું કે તેને પોતાની આતંકવાદ નીતિ પર પુનર્વિચાર કરવાની ફરજ પડી હતી. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે પાકિસ્તાની વડાપ્રધાને અડધી રાત્રે પીએમ મોદીને ફોન કર્યો, પરંતુ તેમણે વાત કરવાનો ઇનકાર કર્યો. આજે અમે તમને તેના વિશે જ જણાવવા કઈ રહ્યા છીએ.  

અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં 27 ફેબ્રુઆરી 2019ની રાતનું વર્ણન કર્યું છે

ભૂતપૂર્વ ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં 27 ફેબ્રુઆરી 2019ની રાતનું વર્ણન કર્યું છે, જેને ‘કતલ કી રાત’ પણ કહેવામાં આવે છે. એ સમયે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ અને રીલીઝને લઈ પીએમ મોદીએ આગળ આવીને પાકિસ્તાનને વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવા દબાણ કર્યું. બિસારિયાએ પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે પીએમ મોદીએ એ રાત્રે 9 મિસાઈલથી પાકિસ્તાનને ડરાવ્યું હતું, જેના કારણે તેમને અભિનંદનને છોડવા પડ્યા હતા. 

અજય બિસારિયાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સરકારને ડર હતો કે ભારત તેમના પર 9 ભારતીય મિસાઇલોથી હુમલો કરી શકે છે. વડાપ્રધાન ઈમરાન ખાને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીતની માંગ કરી હતી. બિસારિયાએ પુસ્તકમાં જણાવ્યું છે કે કેવી રીતે અડધી રાત્રે તેમને પાકિસ્તાનના તત્કાલિન હાઈ કમિશનર સોહેલ મહમૂદનો ફોન આવ્યો. જેમાં ઈમરાન ખાને પીએમ મોદી સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે તે સમયે પીએમ મોદી તયા હાજર નહતા અને બિસારિયાએ કહ્યું કે કોઈ પણ મહત્વપૂર્ણ સંદેશ હોય તો તેમને સીધો મોકલી શકાય છે. બીજા દિવસે, ઈમરાન ખાને શાંતિને જાળવી રાખવા અભિનંદનને છોડવાની જાહેરાત કરી હતી. 

‘અભિનંદન વર્ધમાનને બંધક બનાવવામાં આવ્યા હતા’ 
થયું એવું હતું કે અભિનંદન વર્ધમાને 27 ફેબ્રુઆરી, 2019 ના રોજ પાકિસ્તાની જેટને તોડી પાડ્યું હતું. આ દરમિયાન તેનું મિગ-21 બાઇસન જેટ પણ નીચે પડી ગયું હતું અને પાકિસ્તાની સેનાએ વર્ધમાનને બંધક બનાવ્યો હતો અને તેને 2 દિવસ બાદ છોડવામાં આવ્યો હતો. બિસારિયાએ લખ્યું, ‘અમે તેમને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાનું વિમાન મોકલવા માગતા હતા, પરંતુ પાકિસ્તાને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો, છેલ્લા ત્રણ દિવસમાં જે બન્યું તે પછી, ભારતીય વાયુસેનાનું વિમાન ઈસ્લામાબાદમાં ઊતરવાની વાત નિશ્ચિત રૂપે પાકિસ્તાનને સ્વીકાર્ય નહતી. 

બિસારિયા કહે છે, ‘ભારતની આક્રમક કૂટનીતિ અસરકારક હતી, પાકિસ્તાન અને વિશ્વ પાસેથી ભારતની અપેક્ષાઓ સ્પષ્ટ હતી, કટોકટી વધારવાના વિશ્વસનીય સંકલ્પ દ્વારા સમર્થન મળ્યું હતું.’સૈન્ય કાર્યવાહીનો ઈશારો કરતા પીએમ મોદીએ 2019માં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે સદનસીબે પાકિસ્તાને અભિનંદનને મુક્ત કર્યો નહીંતર તે ‘કતલ કી રાત’ બની ગઈ હોત.’

જો કે ભારતે ક્યારેય અધિકૃત રીતે કહ્યું નથી કે તેણે અભિનંદનની મુક્તિ માટે દબાણ કરવા માટે પાકિસ્તાન પર મિસાઇલો છોડવાના હતા પરંતુ બિસારિયાએ જાહેર કર્યું કે કેવી રીતે આ ધમકીએ સેના અને ઇમરાન સરકારને અસ્થિર કરી દીધી હતી. એ સમયે એવી વાત ચાલતી હતી કે ભારતે પાકિસ્તાન તરફ 9 મિસાઇલો કરી છે, જે તે દિવસે કોઈપણ સમયે લોન્ચ થઈ શકે છે. પાકિસ્તાને આ વિશ્વસનીય માહિતીની જાણ કરવા અને ભારત પર તણાવ ન વધારવા માટે દબાણ કરવા કહ્યું હતું અને આ પછી ઈમરાન ખાને મોદી સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાત માં વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો યુનિવર્સિટી એક્ટનો કરશે વિરોધ…

Abhayam

શિક્ષક સજ્જતા કસોટી લેવાશે શિક્ષણમંત્રીએ કહ્યું.

Abhayam

સિદ્ધાર્થ અને કિયારાએ ન્યુ યર સેલિબ્રેશનની તસવીર શેર કરી છે.

Vivek Radadiya