વિવાદની આગ ઠારવા માટે હવે ભારત આવવા ઈચ્છે છે માલદીવના પ્રમુખ ! માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુ સત્તામાં આવ્યા ત્યારથી માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં એક પ્રકારે ખટાશ આવી ગઈ છે. આ દરમિયાન માલદીવ તરફથી પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુની મુલાકાત માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. હાલ મુઇજ્જુ ચીનના પ્રવાસે છે. સોમવારે મોહમ્મદ મુઈઝુએ, તેમના પ્રવાસ દરમિયાન ચીનની ભરપૂર પ્રશંસા કરી.
વિવાદની આગ ઠારવા માટે હવે ભારત આવવા ઈચ્છે છે માલદીવના પ્રમુખ !
માલદીવના પ્રધાનોએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલ અભદ્ર ટિપ્પણી બાદથી ભારત અને માલદીવ વચ્ચે તણાવ વધ્યો છે. બન્ને દેશના સંબધોમાં આવેલ ખટાશ વચ્ચે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ આગામી થોડા અઠવાડિયામાં ભારતની મુલાકાતે આવી શકે છે. માલદીવે જાન્યુઆરીમાં જ મોહમ્મદ મુઈઝૂની ભારત મુલાકાતનો પ્રસ્તાવ મૂક્યો છે.
મુઈઝુએ ગયા વર્ષે નવેમ્બરમાં ચાર્જ સંભાળ્યો હતો. સત્તામાં આવ્યા બાદ તેમણે તુર્કી, સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી છે. હાલ તેઓ ગઈકાલ સોમવારથી ચીનના પ્રવાસે છે. મુઈઝુએ માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓની ભારતની પ્રથમ મુલાકાત લેવાની પરંપરા તોડી છે. જો કે મીડિયા રિપોર્ટ મુજબ, મુઇઝુ સરકારના મંત્રીઓ દ્વારા પીએમ મોદી અને ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી પહેલા આ મુલાકાતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
માલદીવના રાષ્ટ્રપતિ હાલમાં ચીનની એક સપ્તાહની મુલાકાતે છે, જ્યાં તેમણે ફુજિયન પ્રાંતમાં ઝિયામેન ફ્રી ટ્રેડ ઝોનની મુલાકાત લીધી હતી. આ સિવાય તેઓ ચાઈના કોમ્યુનિકેશન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડના અધિકારીઓને મળ્યા હતા. તેમણે ચીનના અગ્રણી રાજકીય નેતાઓ સાથે પણ બેઠકો યોજી હતી. તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળશે. માલદીવમાં ભારતનો વિરોધ કરીને મુઈઝુ માલદીવમાં સત્તા પર આવ્યા છે. બાકી તેઓ ચીન સમર્થક હોવાનું કહેવાય છે.
મુઈઝુએ ભારત સાથેના સંબંધો બગાડ્યા
માલદીવની વસ્તી 5.2 લાખ છે. અહીં રાષ્ટ્રપતિ મુઈઝુએ ભારતના વિરોધીના નામે પોતાનું ચૂંટણી અભિયાન ચલાવ્યું છે. સત્તામાં આવ્યા બાદ જ તેમણે ભારતને પોતાની સેના પાછી ખેંચી લેવા કહ્યું. આ સિવાય મોહમ્મદ મુઈઝુની સરકારે ભારત સાથેના હાઈડ્રોગ્રાફિક કરારને રિન્યુ કર્યો નથી. જો કે હવે મુઈઝુના મંત્રીઓના કારણે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે. વાસ્તવમાં પીએમ મોદી હાલમાં જ લક્ષદ્વીપ ગયા હતા. માલદીવના મંત્રીઓએ તેમની મુલાકાત પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે બાદ બંને દેશો વચ્ચે તણાવ છે.
ભારત હંમેશા માલદીવને મદદ કરતું આવ્યું છે
માલદીવ સરકારે, ભારત સાથેની વણસેલી પરિસ્થિતિને સંભાળવા માટે ટિપ્પણી કરનારા ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે. મોહમ્મદ મુઇઝુએ સત્તા સંભાળી તે પહેલા ભારત અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સકારાત્મક હતા. ભારતે માલદીવને વિવિધ સહાય યોજનાઓ દ્વારા સમર્થન આપ્યું છે. ભારતે માલદીવને બળવાથી બચાવ્યું. ભારત પ્રથમ વખત 2004ની સુનામી અને 2014માં જળ સંકટ સમયે આગળ આવ્યું હતું. કોરોનાના સમયગાળા દરમિયાન પણ ભારતે માલદીવને રસી દ્વારા મદદ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે