Abhayam News
AbhayamGujarat

પેટ્રોલ પુરું થતાં ZOMATOએ કરી ઘોડા પર ફૂડ ડિલીવરી, વીડિયો વાઇરલ

After running out of petrol, ZOMATO delivered food on horses, video went viral

પેટ્રોલ પુરું થતાં ZOMATOએ કરી ઘોડા પર ફૂડ ડિલીવરી, વીડિયો વાઇરલ હૈદરાબાદના ચંચલગુડાના એક ઝોમેટો ડિલીવરી બોયનો વીડિયો વાયરલ થયો છે. આમાં તે ટુ-વ્હીલર પર નહીં પરંતુ ઘોડા પર સામાન પહોંચાડતો જોવા મળ્યો હતો. જ્યારે યુવક ભીડભાડવાળા વિસ્તારમાંથી પસાર થયો ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

After running out of petrol, ZOMATO delivered food on horses, video went viral

તેલંગાણાના હૈદરાબાદના ચંચલગુડાનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે બતાવે છે કે કેવી રીતે Zomatoનો ડિલિવરી બોય ઘોડા પર સવાર થઈને ફૂડ ડિલિવરી કરવા જઈ રહ્યો છે. જ્યારે રસ્તામાં પસાર થતા લોકોએ તેને કારણ પૂછ્યું તો યુવકે કહ્યું કે, પેટ્રોલ પંપ પર લાંબી કતારો હતી. જેના કારણે તેને બાઇકમાં પેટ્રોલ ભરવામાં સમય લાગ્યો હતો. તેથી તેને ઘોડા પર પહોંચાડવાનું વધુ સારું લાગ્યું.

પેટ્રોલ પુરું થતાં ZOMATOએ કરી ઘોડા પર ફૂડ ડિલીવરી, વીડિયો વાઇરલ

જ્યારે યુવક ભીડભાડવાળા વિસ્તારમાંથી પસાર થયો ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન કેસમાં નવી જોગવાઈઓ લાગુ કરી છે, જે અંતર્ગત 7 લાખ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. ગત મંગળવારે ટ્રાન્સપોર્ટ એસોસિએશને આ કાયદાના વિરોધમાં દેશવ્યાપી હડતાળ પાડી હતી અને દેશભરમાં ટ્રક અને બસો હડતાળ પર ઉતરી હતી, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કેટલીક જગ્યાએ ખાદ્યપદાર્થોનો પુરવઠો ઠપ થઈ ગયો હતો તો કેટલીક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હતી. તે જ સમયે, હડતાલના સમાચાર સાંભળતા જ પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે ઘણા પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો લાગી ગઈ હતી. જો કે સરકારે હમણાં જ જાહેરાત કરી છે કે આ નવો કાયદો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે નહીં.  Zomato બોયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જોઈએ છે સસ્તી પર્સનલ લોન?

Vivek Radadiya

સુરત :: કલેકટર દ્વારા Remdesivir (રેમડેસીવીર) ઇન્જેક્શનને લઇ કરી મહત્વની જાહેરાત….

Abhayam

ગુજરાતમાં રંગેચંગે નવા વર્ષનો પ્રચંડ આરંભ

Vivek Radadiya