પોણા બે કરોડ પ્રવાસીઓને ગમ્યું આ સ્થળ Statue Of Unity : પ્રવાસીઓ નવુ વર્ષ ઉજવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીને આ વર્ષે વધુ પસંદ કરી રહ્યાં છે… મોટી સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા તટે નવુ વર્ષ ઉજવવા આવી પહોંચ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી અત્યાર સુધીમાં પોણા બે કરોડ પ્રવાસીઓ જોઈ ચુક્યા છે. 31 ડિસેમ્બર મનાવવા માટે માટે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. માત્ર એક અઠવાડિયામાં ચાર લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા જે એક વિક્રમ જનક રેકોર્ડ બન્યો છે.
પોણા બે કરોડ પ્રવાસીઓને ગમ્યું આ સ્થળ
31 ડિસેમ્બરની ઉજવણી માટે છેલ્લા અઠવાડિયાથી જ દુનિયાની સૌથી ઊંચી પ્રતિ ખાતે પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે ત્યારે નાતાલનું વેકેશન હોય છે સાથે સાથે હવે નવા 2024 ના વર્ષની આગમન અને જૂના 2023 ના વર્ષની વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધીમાં 2018 થી અત્યાર સુધીમાં પોણા બે કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસઓની સંખ્યા 10 લાખ જેટલી ગયા વર્ષ કરતાં પણ વધી છે. જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે.
છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયાની અંદર જ 4 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે ત્યારે આ વખતે વિક્રમ જનક પ્રવાસીઓ આવે તેવું પણ લાગી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. છેલા 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો વર્ષમાં પ્રથમવાર 50 લાખને પાર થયો છે. 29 ડિસેમ્બર 2023 સુધી 50,29,147 પ્રવાસીઓએ એકતા નગરની મુલાકાત લીધી છે, છેલ્લાં 5 વર્ષમાં 1,75,26,688 પ્રવાસી નોંધાયા છે.
- વર્ષ 2018 – 4,53,020 માં પ્રવાસીઓ
- વર્ષ 2019 – 27,45,474 માં પ્રવાસીઓ
- વર્ષ 2020 – 12,81,582 માં પ્રવાસીઓ
- વર્ષ 2021 – 34,32,034 માં પ્રવાસીઓ
- વર્ષ 2022 – 45,84,789 માં પ્રવાસીઓ
વર્ષ 2023 ની વાત કરીએ તો, 50,29,147 ( 29 ડિસેમ્બર સુધીમાં) પ્રવાસીઓ નોંધાયા છે. આમ ,5 વર્ષમાં – 1,75,26,688 પ્રવાસીઓ નોંધાયા છે. વાત આ વર્ષ ની કરીએ તો, આ નાતાલ વેકેશનમાં 23 ડિસેમ્બર 2023 થી અત્યારસુધી 4 લાખ કરતા વધારે પ્રવાસીઓ નોંધાયા છે. જેમાં પ્રવાસી વધવાના મુખ્ય કારણો ,પ્રત્યેક વયજુથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો વધ્યા છે. ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો થયો છે. રાત્રિરોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં વધારો થયો છે. રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ વધી છે. સ્વચ્છ અને સુઘડ કેમ્પસ. સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ મુખ્યત્વે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે