Abhayam News
AbhayamGujarat

તાપીમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો

Another case of superstition came to light in Tapi

તાપીમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો આજના આધુનિક જમાનામાં પણ અંધવિશ્વાસના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો તાપી જિલ્લામાં પણ સામે આવ્યો છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે ચાર દિવસ પહેલા ભુવા દ્વારા ગામમાં જ એક ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગામના બધાં લોકો એકઠાં થયા હતા.  વિધિ દરમિયાન ભૂવાએ ડાકણનો વહેમ રાખીને મહિલાઓને સાંકળથી માર માર્યો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. 

તાપીમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો

3 મહિલાઓને માર માર્યો
વાલોડ તાલુકાના અંધાત્રી ગામે એક ભૂવાએ ડાકણનો વહેમ રાખીને મહિલાઓને માર માર્યો. “તમારા શરીરમાં ડાકણ છે”  તેમ કહીને ભૂવાએ એક સગીર બાળા સહિત ચાર જેટલી મહિલાઓને માર માર્યો હતો. જેમાં ખાસ કરીને એક જે સગીર વયની બાળા કે જે પોતે મગજથી અસ્થિર હોવાને લીધે તેની માતા તેને ધાર્મિક વિધિમાં લઈ ગઈ હતી જ્યાં ભુવા દ્વારા તેનામાં ડાકણ છે એમ કહી માર મારવામાં આવ્યો હતો. પોતાની દીકરીને માર ખાતા જોઈને તેની માતા તેને બચાવવા માટે વચ્ચે પડી હતી તો ભુવા દ્વારા તેને પણ સાંકળથી માર મારવામાં આવ્યો. પીડિતાએ આ અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.પરંતુ પોલીસની હાજરીમાં જ બંને પક્ષનું સમાધાન થઈ ગયું.

પોલીસની કામગીરી પર સવાલ
અંધશ્રધ્ધાની હાટડી ચલાવતા ભૂવાના અમાનવીય વર્તનને લઇ સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો હતો. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને થાળે પાડવા માટે સ્થાનિક લોકો સહિત બંને પક્ષના લોકોએ પોલીસની હાજરીમાં સમાધાન કરી લીધું.  પરંતુ આવી અંધશ્રદ્ધાની ઘટના સમાજ તેમજ આજના આધુનિક યુગમાં લાલબત્તી સમાન છે અને આવા બની બેઠેલા ભુવાઓ પર પોલીસ દ્વારા પણ શકંજો ગોઠવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.સમગ્ર ઘટનાને લઈને ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસે પાખંડી ભૂવા પર કાર્યવાહી કરવાને બદલે સમાધાન કેમ કરાવ્યું આ એક મોટો પ્રશ્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

યુરિયા ખાતરની અછતને લઈ રાઘવજી પટેલનું નિવેદન

Vivek Radadiya

સુરતના જહાંગીરપૂરામાં યુવતીની હત્યા

Vivek Radadiya

ગુજરાત:-રિલાયન્સ આ શહેરમાં 1000 બેડની કોરોના ની હોસ્પિટલ બનાવશે અને ફ્રી માં થશે કોરોનાની સારવાર..

Abhayam