રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં 4 દિગ્ગજોને જ એન્ટ્રી નવા વર્ષની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં 4 દિગ્ગજોને જ એન્ટ્રી
પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહેશે. જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહનો પડદો બંધ રહે છે. જે બાદ રામલલાની મૂર્તિની આંખ પરથી પાટો હટાવ્યા પછી મૂર્તિને અરીસો બતાવવામાં આવે છે, જેથી ભગવાન પોતે પ્રથમ તેમનો ચહેરો જોઈ શકે.
આવતા મહિને અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા, શહેરના મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત ‘સૂર્ય સ્તંભો’થી શણગારવામાં આવી રહ્યો છે. આ સાથે જ અયોધ્યાના રામ પથ અને અન્ય મુખ્ય માર્ગો પર સ્થિત દુકાનોના શટરને હિન્દુ પ્રતીકોની કલાકૃતિઓથી શણગારવામાં આવ્યા છે. આ કલાકૃતિઓમાં મંદિરના આકારની સાથે જય શ્રી રામના નારા અને સ્વસ્તિક પ્રતીકોનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે