આજે આઇપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી આજે આઇપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી IPL Auction 2024: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 માટે આજે ઓક્શન યોજાશે. ભારત અને વિદેશના ઘણા ક્રિકેટરોના ભાવિનો નિર્ણય થવા જઈ રહ્યો છે. દુબઈમાં મંગળવારે (19 ડિસેમ્બર) યોજાનારી બિડિંગમાં 10 ટીમો 262.95 કરોડ ખર્ચ કરશે. આ ટીમો બોલી માટે ઉપલબ્ધ 333 ક્રિકેટરોમાંથી 77 ઉપલબ્ધ જગ્યાઓ ભરવાનો પ્રયાસ કરશે. તમામની નજર ગુજરાત ટાઇટન્સ પર રહેશે. તેણે મુંબઈ ઈન્ડિયન્સમાં ગયેલા હાર્દિક પંડ્યાની જગ્યા ભરવાની છે. તેની પાસે મહત્તમ રકમ 38.15 કરોડ બાકી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સએ સૌથી વધુ 12 ખેલાડીઓ ખરીદવાના છે. તેમાં ગુજરાત પછી સૌથી વધુ 32.7 કરોડ રૂપિયા બાકી છે. લખનઉ પાસે 10 ટીમોમાં સૌથી ઓછી રકમ 13.2 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે તેણે છ ખેલાડીઓ ખરીદવાના છે.
આ ખેલાડીઓ પર રહેશે નજર
IPLના ઈતિહાસમાં પહેલીવાર વિદેશી ધરતી પર યોજાનારી બિડમાં શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, રચિન રવિન્દ્ર જેવા કેપ્ડ ક્રિકેટરો ઉપરાંત યુપીના સમીર રિઝવી જેવા અનકેપ્ડ યુવા ક્રિકેટરોનો સમાવેશ થશે. અરશિન કુલકર્ણી, મુંબઈનો મુશીર ખાન પર પણ પૈસાનો વરસાદ થવાની આશા છે.
આજે આઇપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી
ચેન્નઈ સુપર કિંગ્સ પાસે 31.4 કરોડ બાકી છે. બેન સ્ટોક્સની ગેરહાજરીમાં ધોનીની ટીમ શાર્દુલ ઠાકુર પર 10 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. અંબાતી રાયડુની જગ્યા ભરવા માટે મનીષ પાંડેને પણ ટીમમા સામેલ કરી શકે છે. જોસ હેઝલવુડ પણ તેના રડારમાં હશે.
દિલ્હીની નજર હર્ષલ પર રહેશે
દિલ્હી કેપિટલ્સ પાસે રૂ. 28.95 કરોડ બાકી છે. હર્ષલ પટેલ સિવાય આ ટીમ શાર્દુલ ઠાકુર, જોશ ઈંગ્લિસ, વાનિંદુ હસરંગા અને સ્થાનિક ક્રિકેટર પ્રિયાંશ રાણા પર દાવ લગાવી શકે છે. ઉપરાંત યુપી T-20 લીગમાં શાનદાર પ્રદર્શન કરનાર સમીર રિઝવી અને સ્વસ્તિક ચિકારા પણ તેની નજરમાં હશે.
ગુજરાતની નજર ઓલરાઉન્ડરો પર છે
ગુજરાત ટાઇટન્સ પાસે રૂ. 38.15 કરોડની બાકી રકમ છે. હાર્દિકની જગ્યા ભરવા માટે ગુજરાત શાર્દુલ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, અઝમતુલ્લા ઓમરઝાઈ જેવા ઓલરાઉન્ડરો પર દાવ લગાવી શકે છે. KKR પાસે રૂ. 32.7 કરોડની બાકી રકમ છે. તેને ઝડપી બોલરોની જરૂર છે. આવી સ્થિતિમાં તેની નજર મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, હર્ષલ પટેલ અને રચિન રવિન્દ્ર પર રહેશે. લખનઉ પાસે સૌથી ઓછી રકમ 13.15 કરોડ રૂપિયા છે. તેને ઝડપી બોલરની પણ જરૂર છે. આવી સ્થિતિમાં ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મદુશંકા, સ્ટાર્ક, હેઝલવુડ પણ તેના રડારમાં હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે