Abhayam News
AbhayamGujarat

થર્ટી ફર્સ્ટ પહેલા 45 લાખનો દારુ ભરેલી ટ્રક ઝડપાઈ

A truck full of liquor worth 45 lakhs was caught before thirty-first

થર્ટી ફર્સ્ટ પહેલા 45 લાખનો દારુ ભરેલી ટ્રક ઝડપાઈ નર્મદા જિલ્લા LCBને  મોટી સફળતા મળી છે.  ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાલ્દા ગામના બસ સ્ટેન્ડ નજીક હાઇ-વે રોડ ઉપર ટ્રકમાંથી વિદેશી દારૂનો  જથ્થા ઝડપાયો છે.

નર્મદા જિલ્લા LCBને  મોટી સફળતા મળી છે.  ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાલ્દા ગામના બસ સ્ટેન્ડ નજીક હાઇ-વે રોડ ઉપર ટ્રકમાંથી વિદેશી દારૂનો  જથ્થા ઝડપાયો છે. કુલ 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઇવરને દારૂની હેરાફેરી કરતાં ઝડપી પાડી પ્રોહીબીશનનો મોટા જથ્થાનો કેસ  LCB નર્મદા દ્વારા કરવામાં આવ્યો છે. 

31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી કરી હતી.  જેમાં એક ટાટા ટ્રક જેનો રજી. MP-08-0491 નો વિદેશી દારૂ ભરી અક્કલકુવા (મહારાષ્ટ્ર) તરફથી સાગબારા ડેડીયાપાડા થઇને અંકલેશ્વરથી સુરત બરોડા હાઇવે થઇ અમદાવાદ તરફ જતી હતી. 

વિદેશી દારૂના બોક્ષ નંગ-953 તથા છુટ્ટા પ્લાસ્ટિકના ક્વાટર નંગ- 303 મળી કુલ ક્વાટર નંગ-46047/-  કિંમત રૂ. 46 લાખથી વધુનો મુદ્દામાલ મળી સાથે ટાટા ટ્રક તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ્લે 64 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ટાટા ટ્રકના ડ્રાઇવરને ઝડપી પાડી પ્રોહીબીશનનો મોટા જથ્થાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

થર્ટી ફર્સ્ટ પહેલા 45 લાખનો દારુ ભરેલી ટ્રક ઝડપાઈ

બુટલેગરોનો દારૂ સપ્લાયનો નવો કીમિયો, હવે પ્લાસ્ટિકની થેલીઓમાં ઇંગ્લીશ દારૂનું વેચાણ

બુટલેગરોનો દારૂ સપ્લાયનો નવો કીમિયો સામે આવ્યો છે. સુરતમાં બોટલો સાથે હવે પ્લાસ્ટિકની થેલીઓમાં પણ ઈંગ્લીશ દારૂનું વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે જિલ્લા એલ સીબીએ મોડી રાત્રે ઓલપાડના માસમા ગામે આવેલ સોસાયટીના મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઈંગ્લીશ દારૂ ભરેલી તૈયાર 130 થેલીઓ અને બોટલો ઝડપાઇ હતી. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનનો હોવાની માહિતી મળી રહી છે.

31 ડિસેમ્બર પહેલા દારુ ઝડપાયો

31 ડિસેમ્બરની ઉજવણી પહેલા દારૂની હેરફેરનો નવો કીમિયો સામે આવ્યો છે. મહીસાગરના સંતરામપુરમાં ST બસમાં દારૂની હેરફેરની ઘટના સામે આવી છે. રાજસ્થાનથી સંતરામપુર અને સંતરામપુરથી અમદાવાદ દારૂનો જથ્થો પહોંચે તે પહેલા જ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ડુંગરપુરથી મહીસાગરના સંતરામપુર શહેરમાં પ્રવેશતા જ પોલીસે 9 આરોપી પાસેથી 47 હજાર કિંમતની 155 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. આરોપીઓ ડુંગરપુરથી સ્કૂલ બસમાં દારૂ લાવી રહ્યા હતા

ડુંગરપુરથી દાહોદ જતી એસટી બસમાંથી વિદેશી દારૂ સાથે નવ લોકો ઝડપાયા હતા. સંતરામપુર પોલીસે બાતમીના આધારે હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે બસમાં તપાસ કરતા બેગમાં વિદેશી દારૂ લઈ જતા નવ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે 155 નંગ વિદેશી દારૂની બોટલ કે જેની કિંમત 47,280 નો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 83,280 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સંતરામપુર પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…..

Related posts

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગૌતમ અદાણીની જાહેરાત

Vivek Radadiya

જાણો ગન લાયસન્સ એપ્લાય કરવાની એ ટુ ઝેડ પ્રોસીઝર

Vivek Radadiya

દેશની સૌથી જુની રામલીલા કઇ છે ?

Vivek Radadiya