Abhayam News
Abhayam

દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ IPLની હરાજી થશે

The IPL auction will be held in Dubai on December 19

IPL 2024 પહેલા થનાર હરાજીમાં જે ખેલાડીઓની બોલી બોલાશે, તેમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ IPLની હરાજી થશે, જે બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ હરાજી માટે બધી ટીમોએ તૈયારી કરી લીધી છે. BCCIની પ્રેસ રિલીઝ અનુસાર આ વર્ષે કુલ 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાં 214 ભારતીય ખેલાડી અને 119 વિદેશી ખેલાડી છે. 

The IPL auction will be held in Dubai on December 19

દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ IPLની હરાજી થશે

આ વર્ષે બે એસોસિએટ દેશોના ખેલાડીઓને પણ આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. કુલ 333 ખેલાડીઓમાંથી 111 કેપ્ડ પ્લેયર છે અને 215 અનકેપ્ડ પ્લેયર છે. ટીમ પાસે કુલ 77 ખેલાડીઓની જગ્યા છે, 333 પ્લેયર્સમાંથી 77 ખેલાડી જ વેચાશે. 

આ લિસ્ટમાં 23 ખેલાડી એવા છે, જેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. 13 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે. અન્ય ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1 કરોડ, 50 લાખ, 30 લાખ અને 10 લાખ રૂપિયા છે. હરાજીના થોડા સમય પહેલા જ તમામ ટીમોએ રિલીઝ અને રિટેન કરેલ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાંથી અનેક પ્લેયર્સને રિલીઝ કરવામાં આવ્યા હતા. 

The IPL auction will be held in Dubai on December 19

IPL હરાજીમાં અનેક નામ એવા છે, જે જાણીને ચોંકી જશો. વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે સદી ફટકારનાર ટ્રેવિસ હેડ પણ હરાજીમાં શામેલ છે. ટ્રેવિસ હેડની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. મિચેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, પેટ કમિંસ અને જોશ ઈંગ્લિસ પણ હરાજીમાં શામેલ થશે. આ તમામ ખેલાડીની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જુઓ:-રાજય સરકારે આ સંચાલકોને આપી મોટી રાહત..

Abhayam

શું સ્ટાર સિમ્બોલવાળી 500 રૂપિયાની નોટ નકલી છે?

Vivek Radadiya

ભ્રષ્ટાચાર થી ખદબદતુ બોટાદ આર.ટી.ઓ કચેરી..

Abhayam