Abhayam News
AbhayamGujaratPolitics

દેશના ગામડે ગામડે પહોંચી ભારત સંકલ્પ યાત્રા 

Bharat Sankalp Yatra reached village to village in the country

દેશના ગામડે ગામડે પહોંચી ભારત સંકલ્પ યાત્રા  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઑ, સાંસદો તથા ધારાસભ્યો પણ જોડાયા હતા. ભાષણ દરમિયાન પ્રધાનમંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, તમામ મહિલાઓની એક જ જાતિ છે, પરંતુ અમુક લોકો મહિલાઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે મારા માટે તો દેશના ગરીબો જ VIP છે. હાલમાં જ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જે દર્શાવે છે કે લોકોની મોદીની ગેરંટી પર ભરોસો છે. જે લોકોએ મારી ગેરંટી પર ભરોસો કર્યો છે, તે સૌનો હું આભારી છું. અમુક રાજકીય પાર્ટીઓ હજુ એ વાતને નથી સમજી રહી કે ખોટા વાયદાઓ કરી લેવાથી તમને કશું નહીં મળે. 

દેશના ગામડે ગામડે પહોંચી ભારત સંકલ્પ યાત્રા 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દેશના ગામડાઓમાં કરોડો પરિવારોને અમારી કોઈ ને કોઈ યોજનાનો લાભ જરૂર થયો છે. મારા માટે દેશનો દરેક ગરીબ વીઆઈપી છે, દેશની દરેક માતા-બહેન અને દીકરી VIP છે, દેશનો દરેક ખેડૂતો VIP છે, દેશના યુવાનો મારા માટે VIP છે. મોદીની ગેરંટી વાળી ગાડી પહોંચ્યા બાદ 35 લાખથી વધુ આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. 

PM મોદીએ કહ્યું કે આ તમારા સેવકનો પોતાના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ છે. હું ગાડી દ્વારા તમારા ગામમાં તમારી પાસે આવી રહ્યો છું. હું એટલે આવી રહ્યો છે જેથી તમારો સાથી બની શકું. જેથી તમારી આશા અને અપેક્ષાઓને સમજી શકું. તમારી આશાઓને પૂર્ણ કરવા માટે હું મારી સરકારની તમામ શક્તિ લગાવી દઇશ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

પાકિસ્તાન જેવા 50 દેશ ખરીદી શકે એટલો પૈસો! 

Vivek Radadiya

ઉમેદવાર આપવામાં થાપ ખાઇ ગયા, માફ કરજો: ઇસુદાન ગઢવી

Vivek Radadiya

Zerodha નિખિલ કામત નું મોટું નિવેદન

Vivek Radadiya