ડાયમંડ સિટી સુરતના એરપોર્ટને કરોડોની ખોટ Surat Airport Latest News : ડાયમંડ સિટી સુરતના એરપોર્ટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ સુરત એરપોર્ટે છેલ્લા 5 વર્ષમાં કરોડોની ખોટ કરી છે. આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં અમદાવાદ સિવાયના તમામ એરપોર્ટ હાલમાં ખોટમાં ચાલી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં સુરત એરપોર્ટે 152.1 કરોડની ખોટ કરી છે. વિગતો મુજબ ક્ષમતા કરતા ઓછી એર કનેક્ટિવિટીના કારણે એરપોર્ટને નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે.
સુરતના એરપોર્ટ પર મહિને-દહાડે હજારો લોકો પરિવહન કરતા હોય છે. જોકે છેલ્લા 5 વર્ષથી આ સુરત એરપોર્ટ ખોટમાં ચાલી રહ્યું છે. સુરત એરપોર્ટ પર કાર્ગોનું માત્ર 20 ટકા વહન છે. આ સાથે હવે ખોટના કારણે CISFની સુરક્ષાનો ખર્ચ પણ એરપોર્ટને મોંઘો પડી રહ્યો છે. મહત્વનું છે કે, ગુજરાતના અમદાવાદ સિવાયના તમામ એરપોર્ટ હાલ ખોટમાં ચાલી રહ્યા છે.
ડાયમંડ સિટી સુરતના એરપોર્ટને કરોડોની ખોટ
5 વર્ષમાં સુરત એરપોર્ટે 152.1 કરોડની ખોટમાં
સુરત એરપોર્ટને પાંચ વર્ષમાં 152.1 કરોડની ખોટમાં હોવાનું સામે આવ્યું છે. આ તરફ ખોટ થવાના અનેક કારણો સામે આવ્યા છે. જેમાં ક્ષમતા કરતા ઓછી એર કનેક્ટિવટી, કારગોનો માત્ર 20 ટકા ઉપયોગ અને પાંચ દિવસમાં એક જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ જેવા કારણો જવાબદાર છે. આ તરફ 2018-19માં 22.84 કરોડ, 2019-20માં 27.48 કરોડની ખોટ,
2020-21માં 40.43 કરોડ, 2021-22માં 29.36 કરોડ અને 2022-23માં 31.99 કરોડની ખોટ સુરત એરપોર્ટે સહન કરવી પડી છે. આ તરફ હવે હીરા બુર્સના શરૂ થયા બાદ વધુ ફ્લાઈટ કનેક્ટિવિટી મળે તેવી આશા છે. વધુ ફ્લાઈટ કનેક્ટિવિટી મળશે તો ખોટમાં બહાર નીકળવામાં મદદ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે