ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પથ્થરમારો વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે જ્યારે પથ્થરમારાની ઘટના બની ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પથ્થરમારો
મળતી માહિતી પ્રમાણે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું કહેવાય છે. ટ્રેન પર પથ્થર ફેંકીને કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ જવા માટે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ રાજકોટ પાસે ટ્રેન પર પથ્થરમારો કર્યો. બિલેશ્વર સ્ટેશન પાસે અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો જેના કારણે ટ્રેનમાં નુકસાન પણ પહોંચ્યું છે. સમગ્ર ઘટનાને લઇ રેલવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ જવા માટે ટ્રેન જ્યારે રાજકોટથી અમદાવાદ પરત આવવા માટે ST બસમાં મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન અન્ય મુસાફરો સાથે પણ હર્ષ સંઘવીએ વાતચીત કરી હતી તથા સોશ્યલ મીડિયામાં તસવીરો પણ શેર કરી હતી.
તેજસ એક્સપ્રેસ ટ્રેન હોય કે પછી વંદે ભારત, ભારતમાં જ્યારથી જ નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે ત્યારથી જ અસામાજિક તત્વો હાવી બન્યા છે. દેશના અનેક રાજ્યોમાં ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આવીજ ઘટના રાજકોટમાં પણ થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે