Abhayam News
AbhayamGujarat

પેઇનકિલર લેતા હોવ તો થઈ જજો સાવધાન

Be careful if you are taking painkillers

પેઇનકિલર લેતા હોવ તો થઈ જજો સાવધાન ભારતમાં કડક કાયદા હોવા છતાં લોકો પોતાની જાતે કેટલીક બાબતોના અભ્યાસ કરીને અને કેટલાક અનુભવો પરથી દવાઓ આરોગતા હોય છે. આવામાં માથાનો દુખાવો, પિરિયડ્સ દરમિયાન થતો દુખાવો જેવી બાબતોમાં પેઈનકિલર લેવાની વાત સામાન્ય બની રહી છે. આ દરમિયાન તેનાથી થતી આડઅસર અંગે સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

Be careful if you are taking painkillers

ફાર્મા સ્ટાન્ડર્ડ બોડી ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશને મેફ્ટલ બ્રાન્ડના નામ હેઠળ વેચાતી પેઇનકિલર મેફેનામિક એસિડના ઉપયોગ અંગે ડોક્ટરો અને દર્દીઓ માટે ડ્રગ સેફ્ટી એલર્ટ જારી કર્યું છે. ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા કે જે એડવર્સ ડ્રગ રીએક્શન (એડીઆર) અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ સાથે સંબંધિત પ્રતિકૂળ ઘટનાઓ પર નજર રાખે છે અને માહિતી એકત્રિત કરે છે, તેણે તેના પ્રિલીમિનરી એનાલિસીસમાં શોધી કાઢ્યું છે કે, ડ્રગ મેફેનામિક એસિડ ઈઓસિનોફિલિયા અને ડ્રેસ સિન્ડ્રોમ નામના સિસ્ટેમેટિક સિમ્ટોમ્સ સાથે દવાના રિએક્શનનું કારણ બને છે.

પેઇનકિલર લેતા હોવ તો થઈ જજો સાવધાન

Be careful if you are taking painkillers

આ દવા કોઈ ઓટીસી પ્રોડક્ટ નથી કે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાય, પરંતુ ભારતીયો દ્વારા મહિલાઓમાં માસિક સ્રાવના દુખાવા, માથાનો દુખાવો અને સ્નાયુ અને સાંધાના દુખાવામાં રાહત જેવા વિવિધ કારણોસર તેનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. તેમજ બાળકોમાં તીવ્ર તાવના કિસ્સામાં પણ આ દવાનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આ કેટેગરીની ટોચની બ્રાન્ડ્સમાં બ્લુ ક્રોસ લેબોરેટરીઝની મેફ્ટલ, મેનકાઇન્ડ ફાર્માની મેફકાઇન્ડ પી, ફાઇઝરની પોન્સ્ટેન, સીરમ ઇન્સ્ટિટ્યૂટની મેફાનોર્મ અને ડો.રેડ્ડીઝ ઇબુક્લિન પી સામેલ છે.

Be careful if you are taking painkillers

શું છે ડ્રેસ સિન્ડ્રોમ (DRESS Syndrome)?

ડ્રગ રેશ વિથ ઈઓસિનોફિલિયા એન્ડ સિસ્ટેમેટિક સિમ્પ્ટોમ્સનું શોર્ટ ફોર્મ એટલે કે ડ્રેસ સિન્ડ્રોમ, એક ગંભીર એલર્જીક રિએક્શન છે. તે જીવલેણ પણ હોઈ શકે છે. લગભગ 10 ટકા લોકો આ રિએક્શનનો અનુભવ કરે છે. આ સિન્ડ્રોમ ત્યારે થાય છે, જ્યારે તમારું શરીર અમુક દવાઓ પર તીવ્ર રિએક્શન આપે છે. તેમાં ત્વચા પર ફોલ્લીઓ થવી અને તમારા આંતરિક અવયવોને અસર કરી શકે છે. આ ગંભીર રિએક્શનને ટાળવા માટે દવાઓ વિશે સાવચેત રહેવું જરૂરી છે.

ભાગ્યે જ જોવા મળે છે આડઅસરો: ડોકટર્સ

એલર્ટમાં હેલ્થકેર પ્રોફેશનલ્સ અને દર્દીઓને દવાની આડઅસરો પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. એલર્ટમાં જણાવાયું છે કે, “હેલ્થકેર પ્રોફેશનલ્સ, દર્દીઓ અને ગ્રાહકોને ઉપરોક્ત શંકાસ્પદ દવાના ઉપયોગ સાથે સંકળાયેલી ઉપરોક્ત એડવર્સ ડ્રગ રિએક્શન(એડીઆર)ની સંભાવના પર નજીકથી નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. જો આવી કોઇ આડઅસર જણાય તો શંકાસ્પદ પ્રતિકૂળ ડ્રગ રિએક્શન ફાઇલ કરીને આઈપીસીને જાણ કરો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત :: આપના કોર્પોરેટર દ્વારા ઓક્સીજન બોટલ બાબતે આઈસોલેશન સેન્ટરમાં વિરોધ…

Kuldip Sheldaiya

આરોગ્ય વિભાગે 15 કિલો અખાદ્ય મંચુરિયનનો કર્યો નાશ

Vivek Radadiya

મોબાઇલમાં મેસેજ આવ્યો ને વેપારીના એકાઉન્ટમાંથી સાડા 4 લાખ ઉપડી ગયા, જો-જો તમે આવી ભૂલ કરતા!

Vivek Radadiya