Abhayam News
AbhayamGujarat

ગેરકાયદે ટોલનાકા મુદ્દે ઉમિયાધામના પ્રમુખનું નિવેદન 

Umiadham President's statement on illegal toll collection issue

ગેરકાયદે ટોલનાકા મુદ્દે ઉમિયાધામના પ્રમુખનું નિવેદન  મોરબીના વાંકાનેરમાં ગેરકાયદે ટોલનાકા અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે નાયબ કલેક્ટર દ્વારા વિવિધ ટીમ બનાવી હિસાબોની તપાસ કરવામાં આવશે. નકલી ટોલનાકાએ કેટલા રૂપિયાની ઉઘરાણી કરી તેને લઇને તપાસ કરવામાં આવશે અત્રે જણાવીએ કે, જે સમગ્ર મામલે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે. 

Umiadham President's statement on illegal toll collection issue

મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે સિદસર ઉમિયાધામના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જયરામ પટેલએ કહ્યું કે, અમારી ફેક્ટરી ઘણા સમયથી બંધ પડી હતી. ફેક્ટરીને ભાડે આપીને અમે કરાર કર્યો હતો અને ભાડા કરારને પોલીસને આપ્યો છે. પોલીસ સમક્ષ આજે અમે અમારી રજૂઆત મૂકીશું. તેમણે કહ્યું કે,  ભાડા કરારમાં ઉઘરાણી અંગેનો કોઈ ઉલ્લેખ નથી

ગેરકાયદે ટોલનાકા મુદ્દે ઉમિયાધામના પ્રમુખનું નિવેદન 

Umiadham President's statement on illegal toll collection issue

તેમજ અમે ફેક્ટરીનો 11 મહિનાનો ભાડા કરાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 10 મહિનામાં નોટિસ આપીને ભાડા કરાર રદ કરવા નોટિસ આપી હતી તેમજ અમરશી ભાઈની વ્હાઈટ હાઉસમાં કોઈ ભાગીદારી નથી.  ફેક્ટરી માલિક અમરશી પટેલના પિતા છે 

ગેરકાયદે ટોલનાકાની તપાસમાં રાજકોટ, મોરબીના સંબંધિત વિભાગોની કચેરીઓ પાસેથી વિગતો મેળવાશે તેમજ નકલી ટોલનાકા માટે કોઇ સાથે ભાડા કરાર કરેલો છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીમાં નકલી ટોલનાકાને લઇ તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઇ સરકારી અધિકારીઓની મિલિભગત છે કે કેમ તે તેમજ રાજકારણીઓ સહિત પોલીસની સંડોવણીની સંભાવનાને લઇ તપાસ કરાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

13 થી 18ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા: અંબાલાલ

Vivek Radadiya

કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની વયે નિધન

Vivek Radadiya

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા નમન

Vivek Radadiya