સુરત સચિન GIDC પોલીસે 7 કર્મચારી ગુમ હોવાની વાત છુપાવી સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એથર કંપનીમાં લાગેલા આગ બાદ હવે કંપનીમાંથી 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે કંપનીમાં લાગેલ આગમાં 27 કર્મચારી દાઝ્યા હતા. જેમાં 7 કર્મચારી ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. અહીં એ પણ સામે આવ્યું છે કે, કંપનીના સંચાલકો, પોલીસે 7 કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી.
સુરત સચિન GIDC પોલીસે 7 કર્મચારી ગુમ હોવાની વાત છુપાવી
સુરતની સચિન GIDCમાં આવેલ એથર કેમિકલ કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ લાગી હતી. કાલે શરૂઆતમાં 20થી વધુ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન 7 કર્મચારીઓ ગુમ થયા હતા.
જોકે કંપનીના સંચાલકો, પોલીસે કર્મચારીઓ ગુમ થયા હોવાની વાતને છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. આ તરફ હવે મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીના મૃતદેહ મળ્યા છે. આ સાથે આ આગની ઘટનામાં 27 કર્મચારી દાઝ્યા હોવાનું પણ ખૂલ્યું છે.
ગઈકાલે લાગી હતી આગ
સુરતની સચિન GIDCમાં આવેલ એક ફેક્ટરીમાં ગઈકાલે આગ લાગી હતી. વિગતો મુજબ સુરતની સચિન GIDCની એથર કંપનીમાં આગ લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ તરફ બ્લાસ્ટની ઘટનામાં 20થી વધુ કારીગર દાઝ્યા હોવાનું સામે આવતા તમામ ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે ખસેડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે