Abhayam News
Abhayam

થેલિસિમિયા રોગને અટકાવવા આટલું જરૂર કરો

Do this to prevent thalassemia disease

થેલિસિમિયા રોગને અટકાવવા આટલું જરૂર કરો થેલિસિમિયા રોગને લઇને લોકોમાં ધીમે ધીમે જાગૃતી આવી રહી છે. થેલિસિમિયા રોગ અટકાવવા કેટલાક પગલા લેવા જરૂરી છે. થોડી કાળજી લેવામાં આવે તો આ રોગને અટકાવી શકાય છે. અમદાવાદમાં પેથોલોજી લેબમા એક કીટ બનાવવામાં આવી છે. તેના અનેક ફાયદા છે.

થેલિસિમિયા રોગને અટકાવવા આટલું જરૂર કરો

આધુનીક યુગમાં પણ હજુ અનેક બીમારીઓની દવા શોધાઇ નથી. આવી જ એક બીમારી થેલિસિમિયા છે. થેલિસિમિયાની કોઇ દવા નથી. હજુ સુધી થેલિસિમિયા રોગની કોઇ દવા શોધાઇ નથી. થેલિસિમિયા રોગને કઇ રીતે રોકી શકાય તેમાટે અમદાવાદમાં પેથોલોજી લેબમાં એક કીટ બનાવવામાં આવી છે. આ કીટની મદદથી માતા ગર્ભમાં જ બાળકનો સીવીએસ ટેસ્ટ કરી શકાય છે.

અમદાવાદમાં ખાનગી પેથોલોજી લેબ મેનેજિંગ ડાયરેક્ટર શિવાંશુ શ્રીવાસ્તવ દ્વારા એક ટેસ્ટ કીટ બનાવવામાં આવી છે. જેનાથી માતાના ગર્ભમાં જ બાળકનો CVS ટેસ્ટ કરાવી શકાય છે. ટેસ્ટ બાદ તેમના સર્ટિફિકેટથી બાળકનો જન્મ લીગલ રોકી શકાય છે. GTU દ્વારા તેમને પાંચ લાખ થેલિસિમિયા પીડિત લોકોનું ફ્રી ચેકઅપ કરવા માટેનું કાર્ય પણ આપવામાં આવ્યું છે. તેમની સંસ્થા દ્વારા દરેક જગ્યાએ થેલિસિમિયા માટેની જાગૃતતા માટેના કેમ્પ પણ કરવામાં આવે છે. થેલિસિમિયા ટેસ્ટ ફકત 150 રૂપિયામાં થાય છે.

થેલિસિમિયા રોગને અટકાવવા આટલું જરૂર કરો

થેલિસિમિયા મેજર રંગસુત્રની ખામીથી સર્જાતો અનુવંશિક રોગ છે. માતા-પિતાને થેલિસિમિયા માઇનર હોય તો આવનાર બાળક થેલિસિમિયા ગ્રસ્ત હોવાની 25 ટકા શકયતા છે.બાળક આ રોગ સાથે જન્મ લેશે. આ રોગમાં હિમોગ્લોબિન બનાવતા બંને રંગસુત્રોની ખામીયુક્ત જોડના કારણે નવા રક્ત કણો બનતા નથી અને બાળકને જીવન પર્યંત લોહી ચઢાવવું પડે છે. આજે ગુજરાતમાં થેલિસિમિયા રોગથી 12,000 થી વધુ બાળકો પીડાય છે. સ્વૈચ્છિક રક્તદાનના કારણે બાળકોનું જીવન ટકી રહ્યું છે.

થેલિસિમિયા રોગને અટકાવવા આટલું જરૂર કરો

થેલિસિમિયા રોકવા આટલું જરૂર કરવું
1. લગ્ન પહેલાં યુવક અને યુવતીએ થેલિસિમિયા ટેસ્ટ કરાવવો જોઇએ. બન્ને થેલિસિમિયા માઇનર હોય તો લગ્ન કરવા જોઇએ નહીં.
2. દરેક ગર્ભવતી માતાનું થેલિસિમિયા ટેસ્ટ કરવું જોઇએ. માતા માઇનર હોય તો પિતાનું પણ ટેસ્ટ કરાવવું જોઇએ. બન્ને માઇનર હોય તો ગર્ભ રહેલા બાળકની સીવસએસ તપાસ કરાવવી જોઇએ. બાળક મેજર હોય તો તબીબી નિર્યણ કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કરણી સેનાનાં રાજ શેખાવતે સરકાર પાસે કરી માંગ

Vivek Radadiya

શું કોરોનાથી મરનાર લોકોના પરિવારજનો ને મળશે 4 લાખ રૂ.? SCએ મોદી સરકારને આપ્યા આટલા દિવસ..

Abhayam

જાણો આ શહેર માં આવતીકાલ થી ફરી ૪૫ થી વધુ ઉમરવાળાને કાલથી કોરોના રસી અપાશે…

Abhayam