Abhayam News
AbhayamGujarat

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર

Unseasonal rains in the state

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર Gujarat Rain Update: રાજ્યમાં કમોસમી વરસાદની મોસમ ચાલી રહી છે. રાજ્યમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સુરતમાં 4.5 અને ચુડામાં 4.2 ઈંચ વરસાદ નોધાયો છે. જ્યારે કામરેજ, કુકરમુંડા અને સાગબારામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 4 ઈંચ તો નડિયાદમાં 3 ઈંચ વરસાદ તેમજ ઓલપાડમાં 2.2 ઇંચ વરસાદ તો માંડવી અને ભાભરમાં 2.4 ઇંચ તેમજ અમરેલીમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. 

Unseasonal rains in the state

18 લોકોના મૃત્યું
રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે 18 લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં 18 લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર

Unseasonal rains in the state

‘હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે’
અંબાલાલ પટેલએ જણાવ્યું કે, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે

મોટા શહેરોનું તાપમાન
રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં 19 ડિગ્રી અને વડોદરા, રાજકોટમાં પણ 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બનાસકાંઠા અને ડીસામાં 18 ડિગ્રી અને સુરતમાં 22 ડિગ્રી તેમજ નલિયામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા કડક આદેશ

Vivek Radadiya

DGPએ કર્યા વખાણ,SP નિર્લિપ્ત રાયે ડ્રોન કેમેરાની મદદથી જુઓ શું પકડ્યું…

Abhayam

નકલી સરકારી કચેરી કૌભાંડ

Vivek Radadiya