વાવાઝોડાંને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન રાજકોટ વાવાઝોડાંને કારણે ખંઢેરી ખાતે આવેલા SCA સ્ટેડિયમ ખાતે મોટું નુકસાન થયું છે. સ્ટેડિયમમાં મીડિયા બોક્સના કાચ, બેનર, રૂફ સહીત અનેક વસ્તુઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
આખા રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતો તો પરેશાન થઈ જ રહ્યા છે. સાથે- સાથે રાજકોટથી પણ ન્યૂઝ આવી રહ્યા છે કે રાજકોટમાં આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે, ફુંકાયેલા તોફાની પવનને લીધે ખૂબ જ નુકસાન થયું છે. શરૂઆતી અહેવાલ અનુસાર ખંઢેરી સ્ટેડિયમમાં કરોડોનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વાવાઝોડાંને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન
તો બીજી બાજુ ગીર સોમનાથ તેમજ ઉપલેટા જેવા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ લોકોને પણ કામ ધંધે જવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. ક્યાંક કરાનો વરસાદ થયો છે તો ક્યાંક ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે.
અનેક વસ્તુઓ થઈ છે ડેમેજ
રાજકોટ વાવાઝોડાંને કારણે ખંઢેરી ખાતે આવેલા SCA સ્ટેડિયમ ખાતે મોટું નુકસાન થયું છે. સ્ટેડિયમમાં મીડિયા બોક્સના કાચ, બેનર, રૂફ સહીત અનેક વસ્તુઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વાવાઝોડાંને કારણે સ્ટેડિયમમાં ચાલી રહેલા વિજય હઝારે ટ્રોફીની મેચને પણ રદ કરવાની ફરજ પડી છે. વાવાઝોડાંને લીધે સ્ટેડિયમમાં અંદાજિત દોઢ થી બે કરોડનું નુકશાન થયેલું છે તેવા અહેવાલો મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…..