ભરૂચ જિલ્લામાં તમામ 9 તાલુકામાં કમોસમી વરસાદ ભરૂચ: ભરૂચમાં બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું હતું. જિલ્લામાં આજે 27 નવેમ્બરે પણ ઘણાં વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શિયાળાનો અહેસાસ અનુભવાઈ
ભરૂચ: ભરૂચમાં બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું હતું. જિલ્લામાં આજે 27 નવેમ્બરે પણ ઘણાં વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શિયાળાનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે.આકાશી આફતમાં જિલ્લામાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ભરૂચ જિલ્લામાં તમામ 9 તાલુકામાં કમોસમી વરસાદ
હાંસોટના કંટીયાજાળ વિસ્તારમાં માછીમારી કરવા ગયેલા દાદી અને પૌત્ર પર વીજળી પડી હતી. ઘટનામાં 14 વર્ષીય બાળક સહીત બે લોકોના કરુણ મોત નિપજયયા હતા.
આજે વહેલી સવાર સુધી સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લગ્ન પ્રસંગના આયોજકો અને ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સૌથી ખરાવ પરિસ્થિતિ શુકતીર્થના ભાતીગળ મેળામાં જોવા મળી છે. વેપારીઓને ભારે નુકસાન કરવો પડ્યો છે.
ભરૂચ જિલ્લામાં તમામ 9 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
અંકલેશ્વર: 4 ઇંચ
આમોદ : 14 મી.મી.
જંબુસર : 15 મી.મી.
ઝઘડિયા: 1 ઇંચ
ભરૂચ : 2 ઇંચ
વાગરા : 2 ઇંચ
વાલિયા : 2 ઇંચ
હાંસોટ : 2.5 ઇંચ
નેત્રંગ : 4 ઇંચ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…