યુટ્યુબ પર વિશ્વનો પ્રથમ વીડિયો કોણે અપલોડ કર્યો ઘણા ઓછા લોકો જાણતા હશે કે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલો પ્રથમ વીડિયો કયો હતો? કોણે અપલોડ કર્યો હતો અને તે કયા વિષય સાથે સંબંધિત છે? ત્યારે આજે અમે તમને આ તમામ સવાલોના જવાબ આ લેખ દ્વારા આપીશું. આજના સમયમાં લોકો કંઈપણ જાણવા કે જોવા ઈચ્છે છે તો તેના માટે પહેલી પસંદ યુટ્યુબ છે.
ઘણા ઓછા લોકો જાણતા હશે કે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલો પ્રથમ વીડિયો કયો હતો? કોણે અપલોડ કર્યો હતો અને તે કયા વિષય સાથે સંબંધિત છે? ત્યારે આજે અમે તમને આ તમામ સવાલોના જવાબ આ લેખ દ્વારા આપીશું.
આ હતો યુટ્યુબ પર અપલોડ થયેલો પ્રથમ વીડિયો
યુટ્યુબ પર વિશ્વમાં પ્રથમ વીડિયો “મી એટ ધ ઝૂ” નામથી અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયો 23 એપ્રિલ, 2005ના રોજ રાત્રે 8:27 વાગ્યે અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો યુટ્યુબના સહ-સ્થાપક જાવેદ કરીમે પોસ્ટ કર્યો હતો. જાવેદ કરીમ અમેરિકન સોફ્ટવેર એન્જિનિયર છે.
જાવેદ કરીમનો જન્મ 1979માં જર્મનીના મેર્સબર્ગમાં થયો હતો. તેમની માતા જર્મનીના હતા અને પિતા બાંગ્લાદેશી હતા. તેઓ સેન્ટ પોલ સેન્ટ્રલ હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા હતા.
આ વીડિયોને 290 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે
આ વીડિયો જાવેદ કરીમ જ્યારે કેલિફોર્નિયાના સાન ડિએગો ઝૂમાં હતા ત્યારે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં તે દર્શકોને હાથી વિશે પ્રાથમિક માહિતી આપી રહ્યા છે.
આ વીડિયો તેમણે જાવેદ નામની તેમની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. આ ચેનલ પર માત્ર આ એક જ વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો માત્ર 19 સેકન્ડનો છે અને તેને અત્યાર સુધીમાં 290 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે યુટ્યુબ 14 ફેબ્રુઆરી 2005ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ધીરે ધીરે આ પ્લેટફોર્મ એટલું લોકપ્રિય થઈ ગયું કે આજે લોકો તેનાથી મોટી કમાણી કરી રહ્યા છે.
હાલમાં વિશ્વની સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલી યુટ્યુબ ચેનલ T-Series છે. જેને 253 મિલિયન લોકોએ સબ્સ્ક્રાઇબ કરી છે. આ પછી મિસ્ટર બીસ્ટ યુટ્યુબ ચેનલ છે જેને 213 મિલિયન લોકોએ સબસ્ક્રાઇબ કરી છે. આજે યુટ્યુબ પર દર મિનિટે 500 કલાકની સામગ્રી અપલોડ થાય છે. યુટ્યુબનું ફ્રી અને પેઇડ વર્ઝન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……