જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે 1 દિવસ પહેલા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે. વિગતો મુજબ લોકોની ભીડને ધ્યાનમાં રાખી પરિક્રમા વહેલી શરૂ કરાઈ છે. આ તરફ પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે. ગુજરાત ભરમાંથી યાત્રાળુઓ પરિક્રમા રૂટ પર રવાના થયા છે. આ તરફ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત
ગિરનારની પરિક્રમા કાર્તિકી અગિયારસે શરૂ થવાની છે ત્યારે વહીવટી તંત્ર, મહાનગપાલિકા તેમજ વન વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. લાખો લોકો અત્યારથી જ ભવનાથ તળેટીમાં એકઠા થઈ પરિક્રમા ગેટ ક્યારે ખૂલે તેની રાહ જોઈ રહ્યા છે.
જૂનાગઢના 33 કોટી દેવતાઓના વાસ ધરાવતા ગઢ ગિરનારની લીલી પરિક્રમા દર વરસે યોજાય છે જેમાં 10થી 15 લાખ યાત્રાળુઓ આવે છે અને ગાઢ જંગલોમાં ચાર દિવસ પગપાળા પ્રવાસ કરી પરિક્રમા કરી પુણ્યનું ભાથું ભરે છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, લાઈટ, ચાલવા લાયક રસ્તા સ્વચ્છતા જાળવવા નોટિસ બોર્ડ અને કચરાપેટીઓની સગવડ, પાણીના પરબ, મેડીકલની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે લોકોની તમામ સુવિધા જળવાય તેની તકેદારી રાખે છે. આ વર્ષે પણ તંત્ર એ દિવસ રાત એક કરી પરિક્રમાની તમામ સુવિધાઓ પૂરી પાડવા પ્રયત્ન કર્યા છે.
100 જેટલા અન્નક્ષેત્રો
ગિરનારની પરિક્રમા કરવા આવતા પંદર લાખ લોકોને ચાર દિવસ સુધી ભોજન-ભજન અને સ્વસ્થતા ભક્તિનો આનંદ મળે એ માટે 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ થઈ ચૂક્યા છે. જેમાં ગાંઠિયા મોહનથાળથી લઇ તમામ વાનગીઓ ભક્તો માટે તૈયાર થઈ ચૂકી છે. સેંકડો સેવકો યાત્રીઓની સેવા કરવા આવી પહોંચ્યા છે.
જાણો શું છે ઇતિહાસ ?
આપણા પુરાણોમાં પણ કહેવાયું છે કે, ગિરનારની પરિક્રમા ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કરી હતી અને યાત્રાળુઓ આખા ગિરનારની પરીક્રમા કરી પુણ્યનું ભાથું બાંધે છે. ઝીણા બાવાની મઢીના મહંત કહે છે, ઝીણા ભગતને તેમના ગુરુ એ કહ્યું હતું કે, ગિરનારની પરીક્રમા કરી અને ત્યારથી અવરિત ઝીણાં બાવા એ અહી ધુણો ધખાવી યાત્રાળુઓ માટે ભોજન-પાણી-ભજન અને વન્ય જીવોથી સુરક્ષિત યાત્રા માટે સેવા કાર્ય આરંભ કર્યું હતું. આ પરીક્રમા અને આ એક અનોખો ઉત્સવ છે જેમાં ભક્તોનો ભજન-ભોજન અને ભાવથી ભરેલો મેળો છે. લોકો પુણ્યનું ભાથું બાંધે છે અને જીવનમાં સેંકડો વાર પરિક્રમા કરી ભક્તિ આસ્થા અને ધર્મના અથાગ વિશ્વાસનો પરચો આપે છે.
100 જેટલા અન્નક્ષેત્રો
ગિરનારની લીલી પરિક્રમાનું ખાસ મહત્વ છે. આ વર્ષે 23 નવેમ્બરે કાર્તિક એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી લીલી પરિક્રમાનું આયોજન કરાયું છે. ગિરનારની લીલી પરિક્રમા માટે દેશભરથી લાખો યાત્રિકો ગિરનાર આવવાના છે. જેને લઇને જિલ્લાના વહીવટી અને પોલીસતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લીલી પરિક્રમા દરમિયાન પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતાની સમસ્યા માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.
200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થા
200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થા
ગિરનારની 40 કિમીની પરિક્રમાને લઇ 200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ લોકોની સેવામાં જોડાશે. આ તરફ હાર્ટએટેકની ઘટનાઓને લઇ 25 જેટલા મેડિકલ કેમ્પમાં MD ડોક્ટર પણ તૈનાત કરાવામાં આવનાર છે. 40 કિલોમીટરના રૂટ પર 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ વર્ષે સારા વરસાદને પગલે 15 લાખથી વધારે લોકો લીલી પરિક્રમામાં જોડાય તેવી શક્યતા છે. જેને લઇને ST વિભાગ તેમજ રેલવે વિભાગ દ્વારા યાત્રિકો માટે ખાસ સુવિધાઓ અને રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
ગિરનારની લીલી પરિક્રમાનું ખાસ મહત્વ
ગૂજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમા નું ખાસ મહત્વ છે. આ વખતે ગિરનાર પરિક્રમા 23 નવેમ્બર કાર્તિકી એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી યોજાનાર છે. એમાં પણ ગિરનારની પરિક્રમાનું ખાસ મહત્વ છે. આ પરિક્રમા કરવા દેશભરમાંથી લાખો યાત્રિકો આવે છે. ત્યારે વહીવટી તંત્ર, પોલીસ, અન્નક્ષેત્રો તેમજ સેવા સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.
સાધુ સંતોના સૂચનોને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે ખાસ કરીને સ્વચ્છતા અને પીવાના પાણીની સમસ્યા હલ કરવા નું તંત્ર માટે કસોટી ભર્યું છે. ગિરનારની પરિક્રમા શરૂ કરતાં યાત્રિકો 40 કિમી ની યાત્રા દરમિયાન મુખ્ય ચાર પડાવ ચાર દિવસમાં પાર કરે છે. પ્રકૃતિની ગોદમાં ખળખળ કરતા ઝરણાઓ, ઊંચા ઢોળાવો, કપરાં ચઢાણ, ગાઢ જંગલ માં યાત્રીકો ભોજન ભજન અને ભક્તિ કરતાં કુદરતને માણે છે.
જાણો કઈ રીતે પૂર્ણ થશે ગિરનારની લીલી પરિક્રમા ?
સૌ પ્રથમ કાર્તિકી એકાદશીએ રાતે બાર વાગ્યે પરિક્રમા રૂટ પરથી પૂજા પ્રાર્થના કરી પરિક્રમા શરૂ કરે છે અને આખી રાત ચાલ્યા બાદ પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પહોંચે છે. ત્યાં ભોજન-ભજન અને ભક્તિ સાથે રાતવાસો કરી બીજા દિવસે ઇટવાની ઘોડી અને મેળવેલાંની કપરી ઘોડીનું ચઢાણ કરી માળવેલાની જગ્યામા પહોંચે છે જે એકદમ ગાઢ જંગલોમાં આવેલ છે. ત્યાં બીજા પડાવનો રાતવાસો કરે છે. ઘણા લોકો અહી રોટલા,ઓળો, ખીચડીનું દેશી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને ભક્તિ સાથે આનંદ માણે છે. ત્રીજા દિવસે ત્યાંથી આગળ ચાલતાં ચાલતાં સુરજકુંડ, સુખનાળા થઈ બોરદેવી પહોંચે છે ત્યાં કુદરતી જંગલનો માહોલ અને વન્યજીવોના ખતરા સાથે રાતવાસો કરે છે. આખરે ચોથા દિવસે બોરદેવીથી આગળ ચાલતા ભવનાથ પહોંચે છે અને દામોદરકુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરે છે.
કહેવાય છે લીલી પરિક્રમા સદીઓ થી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જનમનું પુણ્યનું ભાથું બાંધી લે છે. આ પરીક્રમા દરમિયાન 200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ, 25 થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકને લઇ MD ડોકટર પણ તૈનાત રખાશે. પીવાના પાણીના 15 પોઇન્ટ, લાઈટ અને લોકો ની સુરક્ષા ને લઇ 500 થી વધુ પોલીસ કર્મી યાત્રા રૂટ પર તૈનાત રહેશે. આ વર્ષે મોસમ સારી હોય ને કુદરત પણ મહેરબાન હોય પંદર લાખ યાત્રિકો કુદરતને માણવા આવે તેવી સંભાવના ને ધ્યાનમાં લઈ ST તંત્ર, રેલ તંત્ર, તેમજ ટ્રાફિક નિયમન પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……