સુરત ડાયમંડ બુર્સમાં વેપારના શ્રીગણેશ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસોમાં વિધિવત રીતે વેપારના શ્રીગણેશ સાથે ધંધાની શરૂઆત કરાઇ છે
સુરત ડાયમંડ બુર્સમાં વેપારના શ્રીગણેશ
સુરતના ડાયમંડ બુર્સમાં વેપારની શરૂઆત કરાઇ છે. વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસોમાં વિધિવત રીતે વેપારના શ્રીગણેશ સાથે ધંધાની શરૂઆત કરાઇ છે. શાસ્ત્રોક્ત વિધી મુજબ વહેલી સવારે હીરા વેપારીઓએ પોતાના સ્ટાફ સાથે ઓફિસમાં પ્રવેશ મેળવી પૂજા-અર્ચના કરવાની સાથે ધંધા-વેપારની શરૂવાત કરી હતી. જ્યાં સુરત ડાયમંડ બુર્સની અંદર ઓફીસ શરૂ થતાં સુરતના હીરા ઉદ્યોગને પણ ખૂબ જ વેગ મળી રહેશે.
સુરત ડ્રિમસિટી ખાતે સાકાર થયેલ સુરત ડાયમંડ બુર્સ
સુરત ડ્રિમસિટી ખાતે સાકાર થયેલ સુરત ડાયમંડ બુર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. વડાપ્રધાન 17મી ડિસેમ્બરે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવાના છે. જો કે તે પહેલાં ડાયમંડ બુર્સની 135 ઓફિસોમાં આજથી ધંધા-વેપારના શ્રીગણેશ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.
જેમાં સુરતની નામી કિરણ જેમ્સ ગ્લોબલ કંપનીના માલિક દિનેશ લાખાણી દ્વારા આજ રોજ પોતાની ઓફિસમાં ધંધા-વેપારની શરૂવાત કરી હતી. ડાયમંડ બુર્સના 15માં માળે આવેલ ઓફિસમાં પોતાના સ્ટાફ સાથે વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી વિધિવત રીતે વેપારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. જે પ્રસંગે ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી અને કમિટી મેમ્બર દિનેશ નાવડીયા પણ ઉપસ્થિતિ રહ્યા હતા
સુરતની નામી કિરણ જેમ્સ ગ્લોબલ કંપનીના માલિક દિનેશ લાખાણી
તમામ મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આજથી સુરત ડાયમંડ બુર્સમાં 135 ઓફિસોમાં ધંધા-વેપારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જે પૈકી 26 ઓફિસ મુંબઈ હીરા બુર્સના વેપારીઓની છે. જે વેપારીઓએ પણ સુરત ડાયમંડ બુર્સમાં પોતાના ધંધા વેપારની શરૂવાત કરી ખુશીની લાગણી વ્યક્ત કરી છે. અન્ય વેપારીઓ દ્વારા પણ પોતાની ઓફિસમાં ફર્નિચર બનાવવા અંગેની ડિમાન્ડ આવી રહી છે.
સુરત હમણાં સુધી ડાયમંડ નગરીથી ઓળખાતું હતું, તે હવે સુરત ડાયમંડ બુર્સના નામે એક ઓળખ પામી રહ્યું છે. ધીરેધીરે ડાયમંડ બુર્સમાં અન્ય ઓફિસો પણ ધમધમતી થશે, જ્યાં આગામી એક વર્ષમાં 4 હજાર જેટલી ઓફિસો કાર્યરત થઈ જશે તેવી આશા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……