આ પાસવર્ડ 1 સેકન્ડમાં ક્રેક થઈ જાય છે દેશ અને દુનિયામાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત અને ઝડપથી વધી રહી છે તે વચ્ચે પાસવર્ડ તમારો એ દરવાજો છે કે જેને સુરક્ષિત નથી રાખતા તો હેકર્સ નામના ચોર સરળતા પૂર્વક તમરા ઘરમાં ઘુસીને તસ્કરીને અંજામ આપી શકે છે. સ્વાભાવિક પણે આ ચોરી ડિજિટલ ફર્મમાં અને તમારી પ્રાઈવસીને નુક્શાન પોંહચાડવાના સંદર્ભમાં હોઈ શકે છે.
આજના સમયમાં કોઈ પાવરફુલ માધ્યમ તરીકે ઉપસી રહ્યું છે તો તે છે સોશ્યલ મિડિયા. આ માધ્યમ તમને હીરો થી ઝીરો અને ઝીરોથી હીરો બનાવવાની તાકાત રાખે છે. મોટાભાગના લોકો આજકાલ તેમનો સમય વિવિધ સોશ્યલ નેટવર્કીંગ સાઈટ પર પસાર કરે છે. જો કે આ યુઝર્સમાં અમુક વર્ગ એવો છે કે જે એકાઉન્ટ તો બનાવી દે છે પણ પાસવર્ડ એટલો વીક બનાવે છે કે જે હેકર્સ માટે તમામ રસ્તા આપોઆપ ખોલી આપે છે.
દેશ અને દુનિયામાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત અને ઝડપથી વધી રહી છે તે વચ્ચે પાસવર્ડ તમારો એ દરવાજો છે કે જેને સુરક્ષિત નથી રાખતા તો હેકર્સ નામના ચોર સરળતા પૂર્વક તમરા ઘરમાં ઘુસીને તસ્કરીને અંજામ આપી શકે છે. સ્વાભાવિક પણે આ ચોરી ડિજિટલ ફર્મમાં અને તમારી પ્રાઈવસીને નુક્શાન પોંહચાડવાના સંદર્ભમાં હોઈ શકે છે.
આવી સ્થિતિમાં સૌથી મહત્વની વાત એ જ છે કે એક્ટિવ રહો અને પાસવર્ડ એ રીતે બનાવો કે જેથી કરીને તમે તમારૂ સોશ્યલ મિડિયા એકાઉન્ટ સિક્યોર રાખી શકો છો. પાસવર્ડ એવો ન બનાવવો જોઈએ કે હેકર્સ સેકન્ડમાં તેને ક્રેક કરી શકે.
નોર્ડપાસ દ્વારા પ્રકાશિત અહેવાલમાં આવા 20 જેટલા પાસવર્ડ એવા બતાવવામાં આવ્યા છે કે જે મોટાભાગના ભારતીયો ઉપયોગમાં લે છે. રિપોર્ટ કહે છે કે હેકર્સને આવા પાસવર્ડ ક્રેક કરવામાં સેકન્ડ લાગે છે, તો અમે તમને પણ જણાવી દઈએ કે આ પાસવર્ડ છે ક્યા અને જો તમે પણ આવા પાસવર્ડ વાપરતા હોવ છો તો આજે જ તેને બદલી નાખો.
આ પાસવર્ડ 1 સેકન્ડમાં ક્રેક થઈ જાય છે
રિપોર્ટ અનુસાર Pass@123 ક્રેક કરતા પાંચ મિનિટ તો Welcome@123 ને 10 મિનિટમાં ક્રેક કરી સખાય છે. એ સિવાય Pass@1234, Abcd@1234, Abcd@123, UNKNOWN જેવા પાસવર્ડ 15 થી 17 મિનિટમાં ક્રેક થઈ જાય છે
આ પાસવર્ડ 17 મિનિટમાં ક્રેક થઈ જાય છે
Pass@123 5 મિનિટમાં ક્રેક થઈ શકે છે જ્યારે Welcome@123 10 મિનિટમાં ક્રેક થઈ શકે છે. આ સિવાય Pass@1234, Abcd@1234, Abcd@123, UNKNOWN જેવા પાસવર્ડ 17 મિનિટમાં ક્રેક થઈ જાય છે.
આ ત્રણ પાસવર્ડ સૌથી વધુ સમય લે છે
રિપોર્ટ અનુસાર, admin@123 34 મિનિટમાં, India@123 3 કલાકમાં અને Admin@123 1 વર્ષમાં ક્રેક કરી શકાય છે.તો હવે અમે તમને બતાવીશું કે સિક્યોર પાસવર્ડ કઈ રીતે બનાવી શકાય છે.
સુરક્ષિત પાસવર્ડ કેવી રીતે બનાવવો?
પાસવર્ડ બનાવવાની વાત આવે ત્યારે પહેલા હેકર્સને જ ધ્યાનમાં રાખીને બનાવવાનું વિચારવામાં આવે છે. એકાઉન્ટને સિક્યોર રાખવા માટે સ્મોલ ફોન્ટ સાથે બિગ ફોન્ટને પણ ઉપયોગમાં લેવા જરૂરી છે, મજબુત પાસવર્ડ માટે આંકડા સાથે વિવિધ પ્રતિકને ઉમેરી શકો છે અને ત્યારબાદ પાસવર્ડની સ્ટ્રેન્થને ખાસ ચેક કરી લેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……