Abhayam News
AbhayamNewsTechnology

ટાટા IPO એ લોન્ચ થતા પહેલા જ તોડ્યો રેકોર્ડ

Tata IPO broke records before launch

ટાટા IPO એ લોન્ચ થતા પહેલા જ તોડ્યો રેકોર્ડ રોકાણકારો 24 નવેમ્બર 2023ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ટાટા ટેક્નોલોજીના આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે. આ પછી, 30 નંબર પર શેરની ફાળવણી કરવામાં આવશે. જોકે, રોકાણ પહેલા જ ટાટા ટેક્નોલોજીના આઈપીઓએ બજારમાં હલચલ મચાવી દીધી છે. કંપની દ્વારા IPOની પ્રાઇસ બેન્ડ 475 થી 500 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની અનલિસ્ટેડ કિંમત શેર કરતાં લગભગ 47 ટકા ઓછી છે.

આટલા પૈસા રોકાણ કરવાની જરૂર

ટાટા ગ્રુપનો આ IPO 22મી નવેમ્બરે રોકાણકારો માટે ખુલશે અને 24મી નવેમ્બર સુધી બિડ કરી શકાશે. આ IPO માટે 475 થી 500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. IPOના એક લોટમાં ટાટા ટેકના 30 શેર છે. એટલે કે રિટેલ રોકાણકારને આ IPOમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 15,000 રૂપિયાની જરૂર પડશે.

5 ડિસેમ્બરથી વેપાર શરૂ થશે

આ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 24મી નવેમ્બરે બિડિંગ બંધ થયા બાદ, 30મી નવેમ્બરે ટાટા ટેકના શેરની ફાળવણી કરવામાં આવશે. IPOમાં યુનિટ ન મેળવતા રોકાણકારો માટે 1 ડિસેમ્બરથી રિફંડ શરૂ કરવામાં આવશે. 4 ડિસેમ્બરે સફળ બિડર્સના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. શેરબજારમાં ટાટા ટેકના શેરનું લિસ્ટિંગ 5 ડિસેમ્બરે થશે.

70 ટકા પ્રીમિયમ પર કિંમત

ટાટા ટેકનો આઈપીઓ ખુલવાને હજુ બે દિવસ બાકી છે, પરંતુ ગ્રે માર્કેટમાં તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. રવિવાર 19મી નવેમ્બરે ટાટા ટેકની જીએમપી રૂ. 240-260 થઈ ગઈ છે. તેનો અર્થ એ કે ગ્રે માર્કેટમાં ટાટા ટેકના શેર IPO પહેલા 70 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. જો માર્કેટમાં આ જ સ્થિતિ રહી તો આ IPOના રોકાણકારો થોડા દિવસોમાં 70 ટકા કમાવાના છે.

ટાટા IPO એ લોન્ચ થતા પહેલા જ તોડ્યો રેકોર્ડ

રોકાણકારો 24 નવેમ્બર 2023ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ટાટા ટેક્નોલોજીના આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે. આ પછી, 30 નવેમ્બરે શેરની ફાળવણી કરવામાં આવશે. જોકે, રોકાણ પહેલા જ ટાટા ટેક્નોલોજીના આઈપીઓએ બજારમાં હલચલ મચાવી દીધી છે. કંપની દ્વારા IPOની પ્રાઇસ બેન્ડ 475 થી 500 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની અનલિસ્ટેડ કિંમત શેર કરતાં લગભગ 47 ટકા ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

અહીં ભંગારના ભાવે વેચાય છે ડ્રાયફ્રૂટ્સ

Vivek Radadiya

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને ફરી એક વખત ફટકારી જાણો શું કહ્યું..

Abhayam

ખેડા જિલ્લામાં નશાકારક પદાર્થ પીવાથી પાંચ લોકોના મોત નિપજ્યા

Vivek Radadiya