સુરતમાં 3500 ફૂટ મોટી રામ મંદિર દરબાર થીમ પર બનાવાઈ રંગોળી દિવાળીનો પર્વ ઘરના આંગણે આવી ગયો છે. ત્યારે લોકો વિવિધ પ્રકારે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. લોકો 5 દિવસ પોતાના ઘરે રંગોળી બનાવે છે. સુરતમાં પણ આવી જ રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં ભગવાન શ્રીરામ અને રામમંદિર સાથે 3500 ફૂટ મોટી રંગોળી બનાવવામાં આવી છે.
સુરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા 3500 સ્કવેર ફૂટની તૈયાર કરવામાં આવેલા ભવ્ય રામ મંદિરની આબેહૂમ રંગોળીની પ્રતિકૃતિ લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બની છે. છેલ્લા 6 દિવસની મહેનત બાદ અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા 26 જેટલા યુવાઓ દ્વારા ભવ્ય રામ મંદિરની સાથોસાથે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને ભગવાન હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. એક તરફ દિવાળીનો પર્વ અને બીજી તરફ ભવ્ય રામ મંદિરના નિર્માણને લઈને લોકોમાં ઉત્સાહ છે ત્યારે સુરતના અગ્રવાલ વિકાસ સહસ્ત્ર દ્વારા આ મહા ઉત્સવના ભાગરૂપે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે.
સુરતમાં 3500 ફૂટ મોટી રામ મંદિર દરબાર થીમ પર બનાવાઈ રંગોળી
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ બાદ પોતાના રાજ્ય અયોધ્યા પરત ફર્યા હતા. તેવી જ રીતે અયોધ્યામાં ભવ્ય નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં ભગવાન શ્રીરામ હવે પરત ફરી રહ્યા છે ત્યારે સૌ હિન્દુઓમાં એક અનેરો ઉત્સાહ છે. જેને લઈને લોકો દ્વારા અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિવાળીના પર્વની સાથે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણને લઈ સુરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા પણ મહા ઉત્સવના ભાગરૂપે 3500 સ્ક્વેર ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિર અને ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, માતા સીતા અને ભગવાન હનુમાનજીની આબેહૂમ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
લોકો દિવાળીના ઉત્સવની વાટ જોઈ રહ્યા છે ત્યારે અયોધ્યામાં ભવ્ય નિર્માણ પામી રહેલા રામ મંદિરની પણ ઉજવણી કરવા માટે આ ભવ્ય પ્રતિકૃતિ સુરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે, જે રીતે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ કાપી અયોધ્યા પરત ફર્યા હતા, તે રીતે ભવ્ય રામ મંદિર પણ દિવાળીના દિવસે નિર્માણ પામી રહ્યું છે. જેમાં ભગવાન શ્રીરામ સ્થાયી થવાના છે. જેના પગલે લોકોનો ઉત્સાહ ચરમશીમાએ છે.
સંજય સરાવગીએ વધુમાં જણાવ્યું કે, આવા શુભ પ્રસંગે સુરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના 26 જેટલા યુવાઓ દ્વારા મહા મહેનતે 3500 સ્ક્વેર ફૂટની ભવ્ય રામ મંદિર રંગોળીના માધ્યમથી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ પ્રતિકૃતિ તૈયાર કરવા માટે એક હજાર કિલો નેચરલ કરોઠીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ 18 પ્રકારના રંગોનો સમાવેશ છે. 3,500 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયેલી ભવ્ય રામ મંદિર ની આ ભવ્ય પ્રતિકૃતિ ને નિહાળવા લોકો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે. જે પ્રતિકૃતિ લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……
.