Abhayam News
Abhayam

ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.7 ટકા રહેવાની ધારણા

ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.7 ટકા રહેવાની ધારણા વૈશ્વિક સ્તરની રેટિંગ એજન્સી મૂડીઝે વ્યક્ત કરી છે. મૂડીઝે તેના ગ્લોબલ મેક્રો ઇકોનોમિક આઉટલુક 2024-25માં જણાવ્યું કે, સતત ઘરેલું માંગમાં થઈ રહેલી વૃદ્ધિથી ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. ભારતનો વાસ્તવિક GDP 2023માં 6.7 ટકા, 2024માં 6.1 ટકા અને 2025માં 6.3 ટકા વધવાનું અનુમાન છે. ભારતનો વાસ્તવિક GDP જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 7.8 ટકા વધ્યો હતો જે માર્ચ ક્વાર્ટરમાં 6.1 ટકા હતો.

ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.7 ટકા રહેવાની ધારણા

મૂડીઝના જણાવ્યા અનુસાર, GST કલેક્શનમાં વૃદ્ધિ, વાહનોના વેચાણમાં વધારો, ગ્રાહક સેન્ટિમેન્ટમાં વધારો અને બે આંકડામાં ક્રેડિટ ગ્રોથ દર્શાવે છે કે તહેવારોની સિઝનમાં શહેરી વપરાશની માંગમાં સ્થિતિસ્થાપક રહેશે. આ ઉપરાંત તેમણે ગ્રામીણ માંગમાં પણ સુધારાના સંકેત આપ્યા હતા.

Fitchએ ભારતના અર્થતંત્ર માટે 6.2 ટકાનો અંદાજ લગાવ્યો

તાજેતરમાં Fitch Ratings એજન્સી દ્વારા પણ ભારતની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં એક રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ભારતના ગ્રોથ રેટને 0.7 ટકા વધારીને 6.2 ટકા અંદાજવામાં આવ્યો છે. આ સિવાય આ રેટિંગ એજન્સીએ ચીનને એક મોટો ઝટકો આપ્યો છે, જેમાં તેના ગ્રોથ રેટમાં મોટા પ્રમાણમાં ઘટાડાનું અંદાજ છે.

Fitch Ratings એજન્સી આ પહેલા ભારતના ગ્રોથ રેટ 5.5 ટકા અંદાજ્યો હતો. જેમાં 0.7 ટકાનો વધારો કરી 6.2 ટકાનો અંદાજ રાખવામાં આવ્યો છે. ફિચે વર્ષ 2023 થી 2027 માટે આ અનુમાન લગાવ્યું છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, ભારતનો GDP વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થામાં સૌથી વધુ રહેશે. આ અનુમાન પાછળના કારણોને જણાવતા એજન્સી દ્વારા જાણવામાં આવ્યું હતું કે, ભારતમાં રોજગારી દર વધ્યો છે. તેના સિવાય લેબરની પ્રોડક્શન ક્ષમતા અન્ય દેશની સરખામણીએ ભારતમાં ખૂબ સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અમેરિકા રહેતા આ યુવકે પોતાના માતા-પિતાને કોરોનાથી બચાવવા માટે સુરત પ્લેન મોકલ્યું. પોતાની પાસે બોલાવી લીધા..

Abhayam

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા આ રોડનું ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો…

Abhayam

અમે પુરાવા રજૂ કરવા તૈયાર: યોગ ગુરુ બાબા રામદેવ

Vivek Radadiya