Abhayam News
Abhayam

માર્કેટમાં ધૂમ વેચાઇ રહ્યાં છે ભેળસેળ વાળા ડ્રાયફ્રૂટ્સ

માર્કેટમાં ધૂમ વેચાઇ રહ્યાં છે ભેળસેળ વાળા ડ્રાયફ્રૂટ્સ Original Dry Fruits for Diwali: દિવાળીના અવસરે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ ભરપૂર થાય છે. માર્કેટમાં મળતા ડ્રાય ફ્રૂટ્સમાં ઘણીવાર ભેળસેળ પણ કરવામાં આવે છે. તેવામાં બદામ ખરીદવાથી લઇને કાજૂ, અંજીર, પીસ્તા અને કિશમિશ ખરીદવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે મિનિટોમાં અસલી અને નકલી ડ્રાય ફ્રૂટ્સની ઓળખ કરી શકો છો.

Adulterated dry fruits are being sold in the market

માર્કેટમાં ધૂમ વેચાઇ રહ્યાં છે ભેળસેળ વાળા ડ્રાયફ્રૂટ્સ

ડ્રાયફ્રૂટ્સ નાંખવાથી ખાવાની વસ્તુઓનો સ્વાદ બમણો થઈ જાય છે અને પોષક તત્વોથી ભરપૂર ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પરંતુ નકલી ડ્રાયફ્રૂટ્સ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ ડ્રાયફ્રૂટ્સ ખરીદવાની કેટલીક ટિપ્સ, જેની મદદથી તમે દિવાળીનો તહેવાર હેપ્પી રાખવાની સાથે તેને ટેસ્ટી અને હેલ્ધી પણ બનાવી શકો છો.

કલર અને ટેસ્ટ ચેક કરો: અસલી અને નકલી ડ્રાયફ્રૂટ્સના કલર અને ટેસ્ટમાં ઘણો ફેર હોય છે. નકલી ડ્રાયફ્રૂટ્સનો કલર અસલી ડ્રાયફ્રૂટ્સની સરખામણીમાં ઘાટો હોય છે. સાથે જ નકલી ડ્રાયફ્રૂટ્સ ખાવાનો સ્વાદ પણ થોડો કડવો લાગે છે. આવી સ્થિતિમાં, તમે કલર અને ટેસ્ટની મદદથી અસલી અને નકલી ડ્રાયફ્રૂટ્સને ઓળખી શકો છો.

Adulterated dry fruits are being sold in the market

અંજીર અને પિસ્તા: અંજીર અને પિસ્તા ખરીદતી વખતે, તમે તેને ચાવીને ચેક કરી શકો છો. અસલી અંજીર અને પિસ્તા ખાવામાં નરમ હોય છે. જો અંજીર કે પિસ્તા ખૂબ કડક હોય તો સમજવું કે તે નકલી છે.

બદામ ખરીદવા માટેની ટિપ્સ: બદામને બ્રાન્ડેડ દેખાવા માટે કેટલાક લોકો તેના પર કલર કોટિંગ કરી દે છે. આવી સ્થિતિમાં બદામ ખરીદતી વખતે તેને હાથથી ઘસો. જો કેસરી રંગ નીકળવા લાગે તો સમજવું કે બદામમાં ભેળસેળ થઈ છે.

કાજુ ખરીદવાની ટિપ્સ: તમે કલર અને સ્મેલ દ્વારા અસલી અને નકલી કાજુને ઓળખી શકો છો. સફેદ અને બદામી રંગના કાજુ સંપૂર્ણપણે શુદ્ધ છે. જો તેલની ગંધ હોય કે પીળાશ હોય તો સમજવું કે કાજુ નકલી અને જૂના છે.

Adulterated dry fruits are being sold in the market

અખરોટ ખરીદવા માટેની ટિપ્સ: અસલી અખરોટનો રંગ આછો ભુરો અથવા સોનેરી રંગની હોય છે. જ્યારે નકલી અખરોટ ઘેરા બદામી રંગના દેખાય છે. આ સિવાય જ્યારે નકલી અખરોટને સુંઘવામાં આવે ત્યારે તેમાંથી તેલ જેવી ગંધ આવે છે.

કિસમિસ ખરીદવા માટેની ટિપ્સ: નકલી કિસમિસમાં મીઠાશ લાવવા માટે, તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે. આવી સ્થિતિમાં કિસમિસ ખરીદતી વખતે જો તમને પાણીનું ટીપું કે ભેજ દેખાય તો સમજવું કે તે નકલી છે. સાથે જ નકલી કિસમિસને હાથ પર ઘસવાથી પીળો રંગ નીકળવા લાગે છે. આ સિવાય નકલી કિસમિસને સૂંઘીએ તો સલ્ફરની ગંધ પણ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Vivek Radadiya

દિવાળી પહેલા આ ટુર પેકેજનુ ધડાધડ થઇ રહ્યું છે

Vivek Radadiya

કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની વયે નિધન

Vivek Radadiya