અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સૌથી મોટી બિલ્ડીંગ નિર્માણ થશે ગાંધીનગર અને અમદાવાદમાં હવે ઉંચી બિલ્ડીંગના નિર્માણ કાર્ય થઈ રહ્યા છે. હાલમાં ગિફ્ટ સિટી 28 માળ ધરાવે છે. ગાંધીનગર નજીક આવેલ આ ભારતનુ સૌ પ્રથમ સ્માર્ટ સિટીમાં ઉંચા ઉંચા ટાવર જોવા મળી રહ્યા છે. ગીફ્ટ સિટીએ આગવી ઓળખ ઉભી કરી છે. હવે આવા જ ઉંચા ટાવર અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે જોવા મળશે. આ માટે ગાંધીનગર કોર્પોરેશને મંજૂરી આપી દીધી છે.
ગાંધીનગર અને અમદાવાદમાં હવે ઉંચી બિલ્ડીંગો જોવા મળી રહી છે. પરંતુ હવે તમને વર્તમાનમાં જે છે એના કરતા પણ વધારે ઉંચી બિલ્ડીંગ જોવા મળી શકે છે. ઉંચી બિલ્ડીંગો જેતે શહેરની સુંદરતા અને રુઆબમાં પણ વધારો કરતી હોય છે. આવી ઉંચી બિલ્ડીંગોને નિર્માણ કરવી એ અસામાન્ય હોય છે અને તેમાં શરુ થનારી ઓફિસ પણ મોટા કારભાર ધરાવતી હોય છે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સૌથી મોટી બિલ્ડીંગ નિર્માણ થશે
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા હવે વિકાસ દિવસેને દિવસે વિસ્તારવા માટે સફળ પ્રયાસો કર્યા છે. જેમાં હવે એક સમાચાર એવા પણ મહાનગર પાલિકા તરફથી સામે આવી રહ્યા છે કે, ગિફ્ટ સિટી કરતા પણ વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગનુ નિર્માણ થનારુ છે. આ માટેની મંજૂરીની પ્રક્રિયા મહાનગર પાલિકા સ્તરે પૂર્ણ કરવામાં આવી છે.
આકાશને આંબતી બિલ્ડીંગ નિર્માણ થશે
હાલમાં ગાંધીનગર નજીક આવેલ ગિફ્ટ સિટીએ આકર્ષણના કેન્દ્ર સમાન છે. નિર્માણ કાર્યોમાં એક ઓળખ સમાન તરીકે ગિફ્ટ સિટીને જોવામાં આવે છે. અહીં આવેલ ટાવરમાં સૌથી ઉંચા ટાવરમાં 28 માળ આવેલ છે. ભારતના સૌ પ્રથમ સ્માર્ટ સિટીનુ નિર્માણ 886 એકર વિસ્તારમાં થયુ છે. અહીં ઉંચા અને સુંદર બિલ્ડીંગની સાથે સુવિધાઓ પણ આધુનિક રાખવામાં આવી છે. હવે વધુ એક આધુનિક સુવિધાઓ સાથે અમદાવાદને અડકીને આવેલ વિસ્તારમાં ઉંચુ બિલ્ડીંગ જોવા મળશે.
મીડિયા રિપોર્ટસ મુજબ 32 માળની બિલ્ડીંગ નિર્માણ કરવાની પરવાનગી ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી છે. આ બિલ્ડીંગ વૈષ્ણોદેવી સર્કલ પાસે નિર્માણ થનારી છે. રિપોર્ટસ મુજબ ગાંધીનગર કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા મંજૂરીની મહોર લગાવી દેવાઈ છે. જે મુજબ ખોરજ ટાઉન પ્લાનીંગ સ્કિમ નંબર 63 માં ઉંચી બિલ્ડીંગ નિર્માણ થશે. આ બિલ્ડીંગ ફાઈનલ પ્લોટ નંબર 107માં નિર્માણ કરાશે.
કેવી હશે નવી બિલ્ડીંગ?
ગિફ્ટ સિટીથી પણ ઉંચી નિર્માણ થનારી આ બિલ્ડીંગ એકદમ આકર્ષક નિર્માણ કરવામાં આવશે. વિસ્તારની શોભા વધારતુ નિર્માણ થશે. બિલ્ડીંગ 125.85 મીટર ઉંચી હશે. કોમર્શિયલ બિલ્ડીંગમાં 32 માળ નિર્માણ થશે. વિશાળ કદની બિલ્ડીંગમાં કુલ 928 જેટલા યુનિટ તૈયાર કરવામાં આવશે. વિશાળ બિલ્ડીંગ અને યુનિટને ધ્યાને રાખીને ચાર બેઝમેન્ટ પાર્કિંગ તૈયાર કરવામાં આવનાર છે.
પરવાનગીની વાત કરવામાં આવે તો, બિલ્ડીંગ નિર્માણ રહેણાંક ઝોન R-1 માં આવતા આ વિસ્તારમાં 5.4ની બાંધકામ વિકાસ અંગેની મંજૂરી અપાઈ છે. આ વિસ્તારમાં 1.8 બેઝ એફએસઆઈ ઉપરાંત 3.6ની ચાર્જેબલ એફએસઆઈ મળીને 5.4 મુજબ પરવાનગી અપાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે