Abhayam News
Abhayam

બાયોમેટ્રિક આધારિત GST રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે ગુજરાત

biometric gst

બાયોમેટ્રિક આધારિત GST રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે ગુજરાત ગુજરાતના નાણા વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, પાયલોટ પ્રોજેક્ટ બાદ બાયોમેટ્રિક ડેટા સાથે GST રજિસ્ટ્રેશન અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે. ‘મેરા બિલ મેરા અધિકાર’ સફળતા પૂર્વક શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ત્યારબાદ આ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ડીપાર્ટમેન્ટ 7 નવેમ્બરે બાયોમેટ્રિક આધારિત રજિસ્ટ્રેશન સિસ્ટમ ગુજરાતના વાપીથી લોન્ચ કરશે. વિભાગ હવે નવા GST નંબર માટે રજિસ્ટ્રેશન સમયે અરજદારનો બાયોમેટ્રિક ડેટા એકઠો કરશે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. રાજ્યના 10 કેન્દ્ર પર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરશે. આ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.

અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે

ગુજરાતના નાણા વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, પાયલોટ પ્રોજેક્ટ બાદ બાયોમેટ્રિક ડેટા સાથે GST રજિસ્ટ્રેશન અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે. ‘મેરા બિલ મેરા અધિકાર’ સફળતા પૂર્વક શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ત્યારબાદ આ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ. દેશનું અગ્રણી કેમિકલ હબ બનવા માટે વાપીની પસંદગી કરવામાં આવી હતી.

અંગૂઠાની છાપ પણ આપવી પડશે

GST ના સિનિયર ઓફિસરે જણાવ્યું હતું કે, નવી રજિસ્ટ્રેશન સિસ્ટમમાં અરજદારે જુદા-જુદા ડોક્યુમેન્ટસની સાથે અંગૂઠાની છાપ પણ આપવી પડશે. તેના દ્વારા અરજદાર અસલી છે કે નહીં તેની ખાતરી કરવામાં મદદ કરશે. જો જરૂરી હશે તો GST વિભાગ દ્વારા અરજદારને ભવિષ્યમાં વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે.

છેતરપિંડીની શક્યતા રહેશે નહીં

નવી સિસ્ટમ GST વિભાગને છેતરપિંડીમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને શોધી કાઢવામાં પણ મદદ કરશે. તાજેતરમાં છેતરપિંડીની જાણ કરવામાં આવી છે જેમાં નકલી ઓળખ કાર્ડ ધરાવતા વ્યક્તિઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો હતો. તેથી હવે વિભાગ અંગૂઠાની છાપ લેશે ત્યારે આવી છેતરપિંડીની શક્યતા રહેશે નહીં. કેટલીક વ્યક્તિઓએ વિભાગને જાણ કરી હતી કે, તેમના ડોક્યુમેન્ટસનો દુરુપયોગ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ દેશ સમુદ્રમાં કરોડો ટન માટી નાખીને નવું શહેર બનાવવા જઈ રહ્યો છે..

Abhayam

સેમસંગના મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે જાહેર કરી ચેતવણી

Vivek Radadiya

અમદાવાદમાં IPSની પત્નીનો આપઘાત 

Vivek Radadiya