રશ્મિકા મંદાનાનો Deepfake વીડિયો વાયરલ X પર ઘણા યુઝર્સે ફેક વીડિયોની સાથે ઓરિજિનલ વિડિયો પણ શેર કર્યો છે. માત્ર વ્યૂઝ માટે અને ફોલોઅર્સ વધારવા માટે આવા વીડિયો બનાવનારાઓની ટીકા કરી છે. યુઝર્સ દ્વારા રશ્મિકા મંદાના હોવાનો દાવો કરીને વીડિયો અપલોડ કરનારા લોકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
રશ્મિકા મંદાનાનો Deepfake વીડિયો વાયરલ
સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્નાનો એક બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવતિ જોવા મળી રહી છે. જોકે, AI એપની મદદથી તેને રશ્મિકા જેવી બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ અનેક લોકો ગુસ્સે થયા છે. X પર ઘણા યુઝર્સે પોસ્ટ કર્યું છે કે, આ એક AI જનરેટેડ વીડિયો છે અને ક્લિપમાં દેખાતી યુવતિ રશ્મિકા મંદાના નથી.
વીડિયોમાં દેખાતી યુવતિનું નામ ઝરા પટેલ
X પર એક યુઝરે આ વીડિયોને લઈ મોટો ખુલાસો કર્યો છે. તેમણે પોસ્ટમાં પહેલા રશ્મિકા મંદાનાનો વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યુ કે, વાયરલ વીડિયોમાં દેખાતી યુવતિનું નામ ઝરા પટેલ છે. તે બ્રિટિશ-ભારતીય યુવતી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 4 લાખથી વધારે ફોલોઅર્સ છે. ઝરા પટેલે આ વીડિયો 9 ઓક્ટોબરે શેર કર્યો હતો.
X પર ઘણા યુઝર્સે ફેક વીડિયોની સાથે ઓરિજિનલ વિડિયો પણ શેર કર્યો છે. માત્ર વ્યૂઝ માટે અને ફોલોઅર્સ વધારવા માટે આવા વીડિયો બનાવનારાઓની ટીકા કરી છે. યુઝર્સ દ્વારા રશ્મિકા મંદાના હોવાનો દાવો કરીને વીડિયો અપલોડ કરનારા લોકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે