Abhayam News
Abhayam

કૉંગ્રેસે 21 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

કૉંગ્રેસે 21 ઉમેદવારોની યાદી જાહેર કરી રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે. જેને લઈને કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી છે. કોંગ્રેસે રવિવારે 21 ઉમેદવારો સાથે 7મી યાદી બહાર પાડી છે.

રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે. જેને લઈને કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી છે. કોંગ્રેસે રવિવારે 21 ઉમેદવારો સાથે 7મી યાદી બહાર પાડી છે. પાર્ટીએ શાંતિ ધારીવાલને પણ ટિકિટ આપી છે. પાર્ટીએ કોટા નોર્થથી શાંતિ ધારીવાલને ટિકિટ આપી છે.

કૉંગ્રેસે 21 ઉમેદવારોની યાદી જાહેર કરી

કોંગ્રેસે ઝાલરાપાટનથી રામલાલ ચૌહાણને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે ભાજપે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેને ઝાલરાપાટનથી ટિકિટ આપી છે. 

સચિન પાયલટના સમર્થક વેદ પ્રકાશ સોલંકીને ચાકસૂથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ભાજપમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા કર્નલ સોનારામ ચૌધરીને ગુડામલાણીમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોટવાડામાં મંત્રી લાલચંદ કટારિયાની જગ્યાએ NSUI પ્રમુખ અભિષેક ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ABP Cvoter Opinion Polls: કૉંગ્રેસ ફરી સત્તા મેળવશે કે ભાજપ મારશે બાજી

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજસ્થાનમાં બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. અશોક ગેહલોત પોતાની યોજનાઓના આધારે રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તામાં વાપસીની વાત કરી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ દાવો કરે છે કે આ વખતે તેમની પાર્ટી પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતશે. આ દરમિયાન, એબીપી ન્યૂઝ અને સીવોટરે સંયુક્ત રીતે એક સર્વે હાથ ધર્યો છે જેમાં લોકોનો અભિપ્રાય જાણવામાં આવ્યા છે. 

કોને કેટલી બેઠકો ? 

એબીપી ન્યૂઝ સીવોટરના સર્વેમાં રાજ્યની જનતાને પૂછવામાં આવ્યું હતું કે આ વખતે રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કઈ પાર્ટીની સરકાર બનશે.  આ સવાલના જવાબમાં જનતાએ અંદાજ લગાવ્યો કે ભાજપને કૉંગ્રેસ કરતા વધુ સીટો મળશે. સર્વે અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસને 67થી 77 સીટો મળતી જોવા મળી રહી છે, જ્યારે ભાજપને 114થી 124 સીટો મળતી જોવા મળી રહી છે. આ સિવાય અન્યને 5 થી 13 સીટો મળી શકે છે.

આટલો વોટ શેર મેળવી શકે છે

જો વોટ શેરની વાત કરીએ તો આ સર્વે મુજબ રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બહુ ફરક નથી. જેમાં ભાજપને 45 ટકા વોટ શેર મળી શકે છે જ્યારે કોંગ્રેસને 42 ટકા વોટ શેર મળી શકે છે. અન્યને 13 ટકા વોટ મળી શકે છે.

રાજસ્થાન- કુલ બેઠકો- 200


કોંગ્રેસ-67-77
ભાજપ-114-124
અન્ય -5-13

વોટ શેર
 
કોંગ્રેસ-42%
ભાજપ-45%
અન્ય – 13%

મતદાન ક્યારે છે 

ચૂંટણીની વાત કરીએ તો છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.  મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે જ મતદાન છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે. તમામ 5 રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. જ્યાં 7મી નવેમ્બરે મતદાન છે ત્યાં આવતીકાલે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે. તેથી, એબીપી ન્યૂઝ આજે 5 રાજ્યોની ચૂંટણીનો સૌથી મોટો અને અંતિમ ઓપિનિયન પોલ બતાવી રહ્યું છે.

 ( Disclaimer: 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે. આવતીકાલે સાંજે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની બેઠકોની સાથે મિઝોરમમાં ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. abp ન્યૂઝ માટે સી વોટરે  તમામ 5 રાજ્યોમાં અંતિમ ઓપિનિયન પોલ કર્યો છે. આ સર્વેમાં લગભગ 63 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. આ વાતચીત 9 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે કરવામાં આવી હતી. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ISO સર્ટિફિકેટ મેળવનારી ગુજરાતની પ્રથમ નગરપાલિકા

Vivek Radadiya

જુઓ :-સુરતના મેયરનો બંગલો આટલા કરોડના ખર્ચે તૈયાર…

Abhayam

અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો,જાણો ક્યારથી નવી કિંમતો લાગુ થશે..

Abhayam