Abhayam News
Abhayam

દિવાળીના તહેવારોમાં વેચાય છે નકલી મીઠાઇ!

નકલી મીઠાઇ!

નકલી મીઠાઇ! દિવાળી એ આનંદ અને પ્રકાશનો તહેવાર છે. દેશભરમાં ઘરે ઘરે લોકો આ તહેવારનો આનંદ નજીકના અને પ્રિયજનો સાથે ઘણી બધી મીઠાઈઓનું સેવન કરીને અને શેર કરીને માણે છે. દિવાળી દરમિયાન દરેક ભારતીય ઘરમાં તમને વિવિધ પ્રકારની મીઠાઈઓ જોવા મળે છે. જોકે, બજારમાં મળતી મીઠાઈઓમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળના કારણે ઘણા લોકો ઘરે જ મીઠાઈ બનાવવાનું પસંદ કરે છે, જેમાં સમય લાગે છે અને ઘણી મહેનત કરવી પડે છે. જો તમારી પાસે સમયનો અભાવ હોય અને તમે બહારથી મીઠાઇઓ લેવાનું વિચારી રહ્યા હોય તો અહીં તમને સાત ટીપ્સ આપી છે. જેના દ્વારા તમે ઓરીજનલ અને નકલી મીઠાઇઓને સરળતાથી ઓળખી શકશો.

નકલી મીઠાઇ!

 નકલી મીઠાઇ!

જો તમે બજારમાં મળતા ‘ખોયા’નો ઉપયોગ કરીને ઘરે જ મીઠાઈ બનાવવા માંગતા હોય તો અંગૂઠાના નખ પર થોડા ‘ખોયા’ને ઘસો. જો તે ઓરીજનલ હશે, તો તમને તેમાંથી ઘીની હળવી સુગંધ આવશે અને તે સુગંધ થોડી વાર માટે રહેશે.

‘માવા’માં થોડી ખાંડ ઉમેરો અને પછી તેને ગરમ કરો. જો તેમાંથી પાણી નીકળવા લાગે તો તેનો અર્થ એ છે કે ‘માવો’ નકલી છે.

ગરમ પાણીમાં આયોડિન મિક્સ કરો અને બજારમાંથી ખરીદેલી કેટલીક મીઠાઈઓ ઉમેરો. જો તે પાણીમાં ઓગળી જાય છે તો તેનો અર્થ છે વેપારીએ તમને નકલી મીઠાઈઓ વેચી છે.

ઘણી મીઠાઈઓમાં પર અત્યંત પાતળા ચાંદીના વરખ લગાવવામાં આવે છે, જે મોટાભાગના કિસ્સાઓમાં બનાવટી ચાંદીના વરખ હોય છે. આવી મીઠાઈ ખરીદતા પહેલા તેનો એક નાનો ટુકડો તમારા હાથ પર ઘસો. ઘસવાથી જો તે વરખ અલગ થઈ જાય તો તે નકલી હોય છે.

 નકલી મીઠાઇ!

બૂંદીના લાડુ ખરીદતી વખતે ધ્યાન રાખો કે લાડુનો રંગ ડાર્ક ઓરેન્જ ન હોવો જોઈએ. ડાર્ક ઓરેન્જ રંગ માટે મીઠાઇમાં આર્ટિફિશ્યલ કલરનો વધુ પડતો ઉપયોગ સૂચવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

એક સૌથી સરળ અને બેઝિક ટ્રિક એ છે કે મીઠાઇની ખરીદી કરતા પહેલા હંમેશાં મીઠાઈઓની સુગંધ લેવી. જો આ મીઠાઈ વાસી હશે તો તેની દુર્ગંધ દ્વારા ઓળખી શકશો અને તમારા સ્વાસ્થ્યને બચાવી શકશો.

માવો ખરીદતા પહેલા તેનો ખૂબ જ નાનો ભાગ ચાખી લેવો. જો તમને તમારા મોઢામાં દાણાદાર ટેક્સચર લાગે છે, તો તેનો અર્થ એ છે કે તેમાં ભેળસેળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

શું તમે રામ મંદિરનું ગર્ભગૃહ જોયું?

Vivek Radadiya

વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો !

Vivek Radadiya

સુરતનું આ યુવક મંડળ સતત 32 વર્ષથી રક્તદાન કરીને 125મો કેમ્પ યોજ્યો…

Abhayam