Abhayam News
Abhayam

સરહદના અદ્ભુત નજારા હંમેશા રહેશે યાદ

સરહદના અદ્ભુત નજારા હંમેશા રહેશે યાદ સરહદ હંમેશા સામાન્ય નાગરિકો માટે કુતૂહલનો વિષય બન્યો છે. સામાન્ય જનતાને સરહદના દર્શન સરળતાથી જોવા મળતી નથી. જો કે, ગુજરાતીવાસીઓ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં બોર્ડર ટુરીઝમની શરૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠાના નડાબેટ નામના સ્થળેથી ભારત– પાકિસ્તાનની સરહદ જોઈ શકાય છે. અહીં પ્રવાસીઓ માટે સતત નવી નવી સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

ભારત- પાકિસ્તાનની બોર્ડર ઉપર લોકો મોટી સંખ્યામાં આવે અને બોર્ડર ઉપર થતી દરેક કાર્ય નિહાળે, તે માટે અહીં ખૂબ સારું આયોજન કરાયું છે. ભારત- પાકિસ્તાનની નડાબેટ બોર્ડર ઉપર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે, તેના લીધે જ અત્યારે નડાબેટ બોર્ડર પર્યટકો માટે ખૂબ જ સારું સ્થળ બની ગયું છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ સુઈગામ તાલુકાના નડાબેટના રણમાં બનાવ્યો છે. આ બોર્ડર પાલનપુર થી 150 કિલોમીટર, ડીસાથી 100 કિલોમીટર, રાધનપુરથી 75 કિલોમીટર, અમદાવાદથી 270 કિલોમીટર દૂર છે

0 પોઇન્ટ બોર્ડર બની આકર્ષણનું કેન્દ્ર

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે ભારત – પાકિસ્તાનની 0 પોઇન્ટ બોર્ડર આવેલી છે. અહીં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને આ બોર્ડરને એક પર્યટક સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્થળ ઉપર દિન-પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો આવે છે.

જોવાલાયક સ્થળો

નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ, પ્લે એરીયા, ઓડિટોરિયમ, ફૂડ ઝોન વિશાળ ગાર્ડન,બાળકો માટે ગેમ ઝોન સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે . નડાબેટ ખાતે માતા નડેશ્વરીનું મંદિર પણ 500 મીટરના અંતરે આવેલું છે. આ મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

નડાબેટ બોર્ડર ઉપર સુંદર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ ઉપર જવાનો કેવી રીતે 365 દિવસ ફરજ બજાવે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં સૈનિકના પૂતળા પણ મૂકવામાં આવ્યા છે. સવારે 9:00 થી સાંજે 6 વાગ્યા સુધી તમે આ મ્યુઝીયમની મજા માણી શકો છો.

ઓડિટોરિયમ

આ સ્થળે 500 લોકોની કેપેસિટીનું ધરાવતું ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યું છે. BSF ના જવાનો દ્વારા ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે. દરરોજ સાંજે 5 વાગે અહી પરેડ યોજવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારે પડશે?

Vivek Radadiya

છેલ્લી મેચમાં હાર થાય તો શું થશે ભારતનું? 

Vivek Radadiya

સુરતમાં તાઉ-તેનો ખતરો ડુમસ બીચ બંધ કરાયો…..

Abhayam