Abhayam News
AbhayamGujaratNews

ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ

shambhar lack

ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર સાંભર સરોવર હાલ પ્રવાસીઓ ઉપરાંત ફિલ્મના દિગ્દર્શકોની પણ પહેલી પસંદ બન્યું છે. આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. અહીં પીકે, જોધા અકબર, દ્રોણ, દિલ્હી-6, રામલીલા જેવી ઢગલાબંધ ફિલ્મોનું શૂટિંગ થયેલું છે.

shambhar lack

ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ

પ્રાકૃતિક સૌંદર્ય હંમેશા લોકોને આકર્ષે છે. રાજસ્થાનમાં પણ અનેક સુંદર જગ્યાઓ આવેલી છે, જેની સુંદરતામાં લોકો ખોવાઈ જતા હોય છે. આવું જ એક પ્રાકૃતિક સૌદર્યથી ભરપૂર સરોવર રાજસ્થાનમાં આવેલું છે. આ સરોવરનું નામ સાંભર સરોવર છે

સાંભર તળાવ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે, તેમજ એશિયાનું સૌથી મોટું આ મીઠાના ઉત્પાદનનું કેન્દ્ર છે. સાભંર સરોવર રાજસ્થાનના નાગૌર, અજમેર અને જયપુરની સીમાને સ્પર્શે છે. પૌરાણિક કથાઓ અનુસાર મહાભારતકાળમાં શુક્રાચાર્ય અહીં નિવાસ કરતા હતા.

અનેક ફિલ્મો અને ગીતોનું શૂટિંગ અહીં થયું છે

આ સ્થળ હાલ પ્રખ્યાત પ્રવસન સ્થળ બન્યું છે. પ્રવાસીઓના સાથે બોલિવૂડના ડિરેક્ટર પણ આ સ્થળને ખૂબ જ પસંદ કરે છે. આ સ્થળે પીકે, દિલ્હી-6, રાસલીલા, દ્રોણ વીર અને જોધા અકબર જેવી અનેક ફિલ્મોની શૂટિંગ થઈ છે. પીકે ફિલ્મનો ન્યૂડ સીન અહીં શૂટ થયો છે. આ ઉપરાંત, અહીં બાદશાહના ડિજેવાલે બાબૂ ગીતનું પણ શૂટિગં થયેલું છે.

રાજહંસ પણ અહીં નિવાસ કરે છે

સાંભર સરોવરને રામસર સ્થળ પણ નામ આપવામાં આવ્યું છે, કારણ કે અહીંની ઉત્તર એશિયાથી આવતા હંસનું આ રહેઠાણ છે. આ ઉપરાંત, કબૂતર, ચકલી અને અન્ય પક્ષીઓનું પણ નિવાસ સ્થાન છે.શિયાળામાં એશિયાના તેમજ વિદેશના યાયાવર પક્ષીઓ આવતા હોય છે. રાજહંસો પણ અહીં મોટા પ્રમાણમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જુઓ:-GRDના બનાવટી કાર્ડ બનાવી કરતા હતા નોકરી…

Abhayam

એન્ટાર્કટિકામાં બરફનો પહાડ તૂટતા દુનિયાભરના વૈજ્ઞાનિકોની ચિતામાં થયો વધારો…

Abhayam

ગુજરાતમાં રંગેચંગે નવા વર્ષનો પ્રચંડ આરંભ

Vivek Radadiya