Abhayam News
AbhayamAhmedabadBusinessGujaratInspirational

આ ઘાસથી બનેલા ઘરેણા સોના, ચાંદીના દાગીનાને ટક્કર મારશે

ઘાસથી બનેલા ઘરેણા સોના, ચાંદીના દાગીનાને ટક્કર મારશે દિવાળી પર્વને લઈ વિવિધ માર્કેટમાં લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં અનોખા પ્રકારની જ્વેલરી વેચાવવા માટે માર્કેટમાં આવી છે. આ જ્વેલરી સોના-ચાંદી માંથી બનેલી નથી. આ જ્વેલરી એક વિશેષ પ્રકારના ઘાસમાંથી બનેલી છે.

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીના ઘરેણાનું ખૂબ મહત્વ રહેલું છે. જેમાં પ્રસંગોપાત મહિલાઓ સોના-ચાંદીના દાગીના તો પહેરતી જ હોય છે. પરંતુ કેટલાક કારીગરો દ્વારા ઘાસમાંથી અનોખી વેરાયટીવાળી જ્વેલરી બનાવવામાં આવે છે. જેનું વેચાણ હાલ અમદાવાદ ખાતે થઈ રહ્યો છે.

ઘાસથી બનેલા ઘરેણા

આજની મહિલાઓ સાચા ઘરેણાં પહેરવાની જગ્યાએ ઇમિટેશન જ્વેલરી પહેરવાનું વધુ પસંદ કરે છે. તથા સુંદર દેખાવ માટે અનોખી વેરાયટીવાળી જ્વેલરી મોટા પ્રમાણમાં ખરીદે છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા ઘાસમાંથી બનાવેલી અવનવી ડિઝાઈનવાળી જ્વેલરીઓ સસ્તા ભાવે મળી રહી છે.

આ જ્વેલરી એક પ્રકારના સૂકા ઘાસમાંથી બનાવવામાં આવે છે. જે નદી કિનારા કે તળાવની ફરતે મોટા પ્રમાણમાં ઉગે છે.આ તાજા લીલા ઘાસને કાપી તેને એક અઠવાડિયા સુધી કાળજીપૂર્વક પવન ન હોય તેવા દિવસોમાં,ખુલ્લામાં, તડકામાં સૂકવવામાં આવે છે.ખાસ વાત તો એ છે કે, કોઈ પણ વસ્તુ બનાવવા માટે પીળું ઘાસ યોગ્ય નથી. કારણ કે એ ઘાસ ખૂબ બરડ હોય છે અને તેને રંગી શકાતુ નથી.

પરંતુ હળવા પીળાશ પડતા સફેદ મૂંજ ઘાસને કારીગર ઇચ્છે તે રંગમાં રંગી શકે છે. આ ઘાસ જ્યાં સુધી પીળાશ પડતા સફેદ રંગનું ન થાય ત્યાં સુધી તડકામાં રાખવામાં આવે છે. આમ સૂકાઈ ગયા બાદ ઘાસને કાતર અને તીક્ષ્ણ સોય વડે મજબૂત રીતે ગૂંથવામાં આવે છે. સાથે થોડું લવચીક બનાવવા માટે તેને પાણીમાં ડુબાડવામાં આવે છે.

અહીં ગ્રાસ જ્વેલરીમાં નેકલેસ, સેટ, બ્રેસલેટ, એરિંગ, હેર પીન, પાયલ, રિંગ વગેરે જોવા મળે છે

આમ આ રીતે સૂકા ઘાસમાંથી જુદી જુદી જ્વેલરી અને અન્ય વસ્તુ બનાવવામાં આવે છે. ખાસ કરીને જ્વેલરીમાં નેકલેસ, સેટ, બ્રેસલેટ, એરિંગ, હેર પીન, પાયલ, રિંગ વગેરે બનાવવામાં આવે છે. સાથે સાથે આ જ્વેલરીને આકર્ષક અને ડિઝાઈનેબલ બનાવવા માટે તેમાં કોડી, મોતી, મણકા, સ્ટોન, ટિક્કી, હીરા વગેરે પણ લગાડવામાં આવે છે.

એક પ્રકારના સૂકા ઘાસમાંથી બનાવવામાં આવે છે.

પશ્ચિમ બંગાળના વેપારી લક્ષ્મીકાંત સોરેન જણાવે છે કે તેમના પ્રદેશમાં સૂકું ઘાસ પુષ્કળ પ્રમાણમાં ઉગે છે. જેનો ઉપયોગ અમે જ્વેલરી અને જુદી જુદી વસ્તુઓ બનાવવામાં કરીએ છીએ. અમારા ત્યા નાની બાળકીથી માંડીને મોટી ઉંમરની વ્યક્તિ પહેરી શકે તેવી જ્વેલરી મળે છે.

આ ઈમિટેશન જ્વેલરીમાં એરિંગ, ચેઈન, સેટ, કડા, બંગડી, બ્રેસલેટ, રિંગ, નેકલેસ, પાયલ સહિતની અનેક વસ્તુઓ મળે છે. જો આ જ્વેલરીના ભાવની વાત કરીએ તો અહીં 50 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની ઇમિટેશન જ્વેલરી મળે છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

તમારો 86 ટકા ડેટા થર્ડ પાર્ટીને સોંપી દે છે FB

Vivek Radadiya

વિદ્યાર્થીઓ માટે ખુશ-ખબર:-હવે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ ભણી શકાશે..

Abhayam

અયોધ્યાના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ

Vivek Radadiya

1 comment

Comments are closed.