નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવું છે તેમના માટે મહત્વની નોટિસ નવોદય વિદ્યાલય સમિતિએ શાળાઓમાં ધોરણ 9 અને 11માં પ્રવેશ અંગે મહત્વપૂર્ણ સૂચના બહાર પાડવામાં આવી છે. નોંધનીય છે કે આ વર્ગોમાં પ્રવેશ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી હતી, જેની અંતિમ તારીખ 31 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ હવે કમિટીએ મહત્વની નોટિસ જારી કરીને જણાવ્યું છે કે અરજીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. જે મુજબ હવે ધોરણ 9 અને 11માં પ્રવેશ માટે 7 નવેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવું છે તેમના માટે મહત્વની નોટિસ
અરજી સબમિટ કરવા માટે, વિદ્યાર્થીઓ અથવા વાલીઓએ ઓનલાઈન પોર્ટલ navodaya.gov.in પર જઈને નોંધણી કરાવવી પડશે. આ માટે તમારે પહેલા હોમ પેજ પર જઈને રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે જરૂરી માહિતી દાખલ કરવી પડશે, દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને ફી જમા કરવી પડશે.
આ રીતે પ્રવેશ મળશે
તમને જણાવી દઈએ કે નવોદય વિદ્યાલયના ધોરણ 9 અને 11માં પ્રવેશ લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ દ્વારા આપવામાં આવશે. આ પરીક્ષા 10 ફેબ્રુઆરી 2024ના રોજ નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. પરીક્ષા સવારે 11 વાગ્યાથી શરૂ થશે. જેના માટે 2 કલાક 30 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષા અથવા પ્રવેશ સંબંધિત અન્ય માહિતી માટે, તમે NVS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
- NVSની ઓફિશિયલ વેબસાઇટ navodaya.gov.in પર જાઓ.
- હવે હોમપેજ પર રહેલી JNV ધોરણ IX અથવા XI એડમિશન 2024 લિંક પર ક્લિક કરો.
- હવે તમને એક નવું પેજ દેખાશે, જ્યાં રજીસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમને માંગવામાં આવેલી બધી માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો.
- હવે ઇમેઇલ આઈડી કે મોબાઈલ નંબરની મદદથી લૉગ ઈન કરો અને ઑનલાઇન અરજી ફોર્મમાં માંગવામાં આવેલી ડિટેલ્સ ભરો
- હવે અરજી ફી ચૂકવો, ફોર્મમાં ભરેલી ડિટેલ્સ ચકાસો અને ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે ભવિષ્યની જરૂરિયાત માટે સબમિટ કરેલું NVS ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે