આ ફળમાં છે તમામ બીમારીનો ઇલાજ હાથલાનાં થોરનાં ફળમાં અનેક પોષકતત્વો હોય છે. જેમા મિનરલ્સ જેવા કે, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેનિયમ, ફોલિક એસિડ અને વિટામીન સી, બી 6, વિટામીન એ ભરપૂર હોય છે.
આ ફળમાં છે તમામ બીમારીનો ઇલાજ
હાથલા થોરનું લાલ ફળ જેને ફીંડલા કહેવાય છે. હાથલા થોર કાંટાદાર છે. આ છોડને વધુ પાણીની પણ જરૂર હોતી નથી. આ ફળ દેખાવમાં ખૂબ જ સુંદર અને કાંટાદાર છે
આ છોડનો ઉપયોગ મોટાભાગે ઘરની સજાવટ માટે થાય છે. પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે તેનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. અનેક રોગોને મટાડવાનું કામ કરે છે.તેમાં કેટલાક વિશેષ પોષક તત્વો હોય છે.
હાથલા થોરનું લાલ ફળ ફીંડલામાં વિટામિન બી 6, વિટામિન એ, કે, સી, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ અને મેંગેનીઝ હોય છે.તેમાં ફાયટોકેમિકલ્સ અને કેટલાક પોલિસેકરાઇડ્સ જેવા સંયોજનો આવેલા છે.
વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. હાથલા થોરનું લાલ ફળ ફીંડલા ફાઇબરથી ભરપૂર છે.આ તમને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. એક સંશોધન મુજબ તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. તેઓ કેન્સરના કોષોને વધવા દેતા નથી.આ સિવાય તેમાં વિટામિન સી હોય છે. પ્રતિરક્ષા વધારવામાં તમને મદદ કરે છે. ચેપ અને રોગોથી બચાવવામાં મદદ કરે છે.
ડાયાબિટીઝની સમસ્યાને રોકવા માટે પણ ફાયદાકારક હોઈ છે. તેમાં હાજર ફાઇબર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ડાયાબિટીઝની સમસ્યાને રોકવા માટે કરી શકાય છે. કેલ્શિયમથી ભરપુર છે. તહાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.
હાથલામાં ખાસ કરીને અનેક પોષક તત્વો જોવા મળે છે,જેમાં મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેનિયમ, ફોલિક એસિડ અને વિટામીન સી, બી 6, વિટામીન એ ભરપૂર હોય છે. તબીબની સલાહ મુજબ સેવન કરવું જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે