Abhayam News
AbhayamBusinessGujaratNews

અહીં મળે છે 25 રૂપિયા કિલો ડુંગળી

અહીં મળે છે 25 રૂપિયા કિલો ડુંગળી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. બજારમાં ડુંગળી 70થી 80 રૂપિયે કિલોના ભાવે મળી રહી છે. આવી મોંઘવારી વચ્ચે પણ એક જગ્યા એવી છે, જ્યાં આ ડુંગળી 25 રૂપિયે કિલોના ભાવે મળી રહી છે.

અહીં મળે છે 25 રૂપિયા કિલો ડુંગળી

ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. નવરાત્રિ પૂરી થયા બાદ અચાનક જ અમદાવાદમાં ડુંગળીના ભાવ વધી ગયા છે. શહેરના શાકમાર્કેટમાં હાલ ડુંગળીના ભાવ પૂછશો તો હેરાન થઈ જશો.

એક સમયે 30થી 40 રૂપિયા કિલો વેચાતી ડુંગળી હાલ 70થી 80 રૂપિયા કિલો વેચાઈ રહી છે. ગુજરાત સહિતના અનેક રાજ્યો ડુંગળીના ભાવવધારા સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે પંજાબ સરકારે પોતાના રાજ્યાના નાગરિકોને 25 રૂપિયે કિલો ડુંગળી આપવાનો નિર્ણય કર્યો છે.

એક તરફ ડુંગળીના ભાવ વધી રહ્યા છે. ત્યારે પંજાબ સરકારે હસ્તક્ષેપ કરી પોતાના નાગરિકોને સસ્તા ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. પંજાબ સરકાર પોતાના રાજ્યના નાગરિકોને 25 રૂપિયે કિલોના ભાવે ડુંગળી આપવા જઈ રહી છે. આ ભાવે ડુંગળી મેળવવા માટે નાગરિકોએ પેતાનું આધારકાર્ડ બતાવવાનું રહેશે

જલંધરના મકસૂદ મંડીમાં આ યોજના લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના એન. સી. સી. એફ. (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન) હેઠળ લોકોને આ રાહત અપાઈ રહી છે. મકસૂદ મંડી પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું કે આધાર કાર્ડ પર 25 રૂપિયા પ્રતિ કિલોના દરે વ્યક્તિ દીઠ વધુમાં વધુ 4 કિલો ડુંગળી આપવામાં આવશે.

આ સ્ટોલ મકસૂદ સબજી મંડીના ફ્રૂટ માર્કેટમાં દુકાન નંબર 78ની બહાર લગાવવામાં આવ્યો છે. સવારે 9 વાગ્યાથી રાહત દરે ડુંગળી વેચવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જલંધર બાદ પંજાબના અલગ-અલગ માર્કેટમાં આ યોજના શરૂ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

PM મોદીએ 140 કરોડ દેશવાસીઓને કરી અપીલ

Vivek Radadiya

જાણો:-ગોપાલ ઈટાલીયા એ કોંગ્રેસ વિશે શું કહ્યું…

Abhayam

લોકસભા ચૂંટણી પહેલા સરકાર કરદાતાઓને આપી શકે છે મોટી રાહત 

Vivek Radadiya