Abhayam News
AbhayamGujaratNewsPolitics

વિશ્વ બેંકની ચેતવણી! 70 કરોડ લોકો ભૂખ્યા મરશે

વિશ્વ બેંકની ચેતવણી! 70 કરોડ લોકો ભૂખ્યા મરશે નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન યુદ્ધની આગ હજુ સુધી ઠંડી પડી નથી, કે ઈઝરાયેલ અને હમાસે એકબીજા પર બોમ્બ-ગોળા વરસાવવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા આ યુદ્ધની આગ ભારત જ નહીં પણ પૂરી દુનિયાની ગરમી વધારી શકે છે. તેની અસર ભારતીય નાગરિકોની સાથે અર્થવ્યવસ્થા પર પણ પડવાની શક્યતા છે.

વિશ્વ બેંકની ચેતવણી! 70 કરોડ લોકો ભૂખ્યા મરશે

વિશ્વ બેંકે કહ્યું કે, મધ્ય પૂર્વમાં યુદ્ધ લાંબુ ખેંચાય છે, તો તેની સીદી અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર પડશે. અંદાજ છે કે, તેનાથી ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલર પ્રતિ બૈરલને પાર કરી શકે છે. આ ક્ષેત્રમાં યુદ્ધના કારણે ઉર્જા અને ખાદ્ય ઉત્પાદનોની કિંમતોમાં અસામાન્ય ઉછાળો આવી શકે છે. આ પહેલા રશિયા અને યૂક્રેન યુદ્ધના કારણે પૂરી દુનિયા આ મુસીબતનો સામનો કરી ચૂકી છે અને હજુ વર્ષ પણ નથી વીત્યું ને, એક અન્ય યુદ્ધની અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે.વિશ્વ બેંકની ચેતવણી! 70 કરોડ લોકો ભૂખ્યા મરશે

વિશ્વ બેંકની ચેતવણી! 70 કરોડ લોકો ભૂખ્યા મરશે હાલ શું ચાલી રહી છે કિંમત- ગ્લોબલ માર્કેટમાં હજુ ક્રૂડનો ભાવ 90 ડોલર પ્રતિ બૈરલની આસપાસ ચાલી રહ્યો છે અને આમાં આગળ ઘટાડાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે, અટકળો ખૂબ જ વહેલી તકે અને ઝડપથી બદલાઈ શકે છે. વિશ્વ બેંકે કહ્યું કે, યુદ્ધની સ્થિતિ વધારે ખરાબર થવા લાગી તો, સ્થિતિ વધુ ગંભીર બનશે અને એકવાર ફરીથી 1970 જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. જ્યારે ક્રૂડના ભાવ 140થી 157 ડોલર પ્રતિ બૈરલ સુધી પહોંચી ગયા હતા. વર્ષ 1973માં ક્રૂડ ઉત્પાદક અરબ દેશોએ ઈઝરાયેલની મદદ કરનારા અમેરિકી તેમજ અન્ય પશ્ચિમી દેશોમાં ક્રૂડની નિકાસ અટકાવી દીધી હતી.

ઓઈલ અને ગેસ બંને પર અસર- વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ઈંદરમીલ ગિલનું કહેવું છે કે, 1970 બાદ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં કમોડિટી માર્કેટ માટે તે સૌથી મોટો ઝાટતો હશે. તેની અસર સંપૂર્ણ ગ્લોબલ ઈકોનોમી પર થશે. નીતિ નિર્માતાઓએ આ સ્થિતિ પર નજીકથી નજર રાખવી જોઈએ, કારણ કે તેની અસર તેલ અને ગેસ બંને પર જોવા મળશે. યુરોપમાં ગેસના ભાવ પહેલાથી જ વધી ગયા છે કારણ કે ગાઝા નજીકની પાઇપલાઇનને નુકસાન થવાની આશંકા વધી છે.

વિશ્વ બેંક કેમ આટલી ચિંતિત- વિશ્વ બેંકનું કહેવું છે કે, ગ્લોબલ ઈકોનોમી હાલ સારી સ્થિતિમાં છે. મહામારી અને મોંઘવારીનો સામનો કર્યા બાદ અર્થવ્યવસ્થા સુધારા તરફ પાછી વળી રહી છે. એવામાં ક્રૂડની કિંમતમાં ઉછાળો આવવાથી ફરી એકવાર મોંઘવારીની માર પડશે, જે કમોડિટીની કિંમતોમાં અસામાન્ય ઉછાળાનું કારણ બનશે. વિશ્વ બેંકના ડિપ્ટી ચીફ ઈકોનોમિસ્ટ અયાન કોસનું કહેવું છે કે, ખાદ્ય ઉત્પાદકોના ભાવ વધવાથી લગભગ 70 કરોડ લોકોને ભુખમરીનો સામનો કરવો પડી શકે છે. મધ્ય પૂર્વમાં પ્રવર્તતી વર્તમાન પરિસ્થિતિ સમગ્ર વિશ્વમાં ખોરાકની અસુરક્ષાનું કારણ બની શકે છે.વિશ્વ બેંકની ચેતવણી! 70 કરોડ લોકો ભૂખ્યા મરશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જાણો શા માટે ગુજરાત આવે છે DY.CM મનીષ સિસોદિયા…

Abhayam

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફાયર સેફ્ટી કૉપ ઇ-પૉર્ટલને કર્યુ લૉન્ચ

Vivek Radadiya

ગુજરાત સરકારે આ સેક્ટરમાં 3000 કરોડના MoU કર્યા, સંભવિત 9000 રોજગારીની તકોનું સર્જન થશે, જાણો વિગત

Vivek Radadiya