લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત આજે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક, દિવાળી બાદ ટીમ શક્તિસિંહ અને ગુજરાતમાં નવા સંગઠનની થશે જાહેરાત
- આજે કોંગ્રેસ નેતાઓની દિલ્લીમાં બેઠક
- પ્રભારી મુકુલ વાસનિક સાથે ગુજરાત નેતૃત્વ કરશે બેઠક
- પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાની બેઠક
- ગુજરાતના સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે થશે ચર્ચા
- જિલ્લા, તાલુકા પ્રમુખો સાથે બેઠકો યોજ્યા બાદ નવા માળખા અંગે થશે ચર્ચા
લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત
લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કર્યા બાદ હવે સંગઠનમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. મહત્વનું છે કે, આજે દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભારી મુકુલ વાસનિક સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેઠક કરશે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સાથે બેઠકમાં ગુજરાત સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે ચર્ચા કરવામાં આવશે. જેથી હવે દિવાળી બાદ સંભવિત રીતે ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાતના એંધાણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી બાદ જ સંગઠનમાં મોટા ફેરફારની ચર્ચાએ જોર પકડયું હતું. જોકે હવે લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. આ તરફ હવે આજે પ્રભારી મુકુલ વાસનિક સાથે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની એક બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ નેતા અમિત ચાવડા પર ઉપસ્થિત રહેનાર છે. આ બેઠકમાં ગુજરાત સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે ચર્ચા કરવામાં આવશે.
તો શું દિવાળી પછી કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરફાર ?
આ તરફ હવે આજની બેઠક બાદ સંભવિત રીતે લોકસભા ચૂંટણી પહેલા એટલે કે હવે દિવાળી પછી તુરંત ગુજરાત કોંગ્રેસના માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે. આજે કોંગ્રેસ નેતાઓની દિલ્લીમાં બેઠકમાં ગુજરાત સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જિલ્લા અને તાલુકા પ્રમુખો સાથે બેઠક યોજ્યા બાદ નવા માળખા અંગે ચર્ચા થશે. જેને લઈ હવે દિવાળી બાદ ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાતના એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે એક ચર્ચા એવી પણ છે કે, સંગઠનમાં નિષ્ક્રિય નેતાઓને દૂર કરવામાં આવશે.