Abhayam News
AbhayamEntertainmentGujarat

હવે વીઝા વગર જઈ શકાશે થાઈલેન્ડ

હવે વીઝા વગર જઈ શકાશે થાઈલેન્ડ થાઈલેન્ડની નવી સરકારે ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રીનું એલાન કર્યું છે. એટલે હવે ભારતીયો ખાલી પાસપોર્ટ લઈને થાઈલેન્ડ જઈ શકશે.

  • થાઈલેન્ડ ફરવા જવાનું વિચારતા ભારતીયો માટે સારા સમાચાર
  • હવે વીઝા વગર જઈ શકાશે થાઈલેન્ડ
  • ખાલી પાસપોર્ટ હશે તો પણ જઈ શકાશે 

થાઈલેન્ડ ફરવા જવાનું વિચારતા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે ભારતથી થાઇલેન્ડ માટે વિઝાની જરૂર નહીં પડે. મંગળવારે થાઈલેન્ડ સરકારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું અને આ માહિતી આપી હતી. પીક સિઝનમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે થાઇલેન્ડે વિઝા પ્રક્રિયા હાલ પૂરતી નાબુદ કરી દીધી છે. આ સુવિધાનો લાભ મે 2024 સુધી મળશે. ભારતીય પ્રવાસીઓ હવે થાઇલેન્ડ જવા માટે વિઝા વગર મુસાફરી કરી શકશે. આ સુવિધા ભારત ઉપરાંત થાઇલેન્ડ સરકાર દ્વારા તાઇવાનના પ્રવાસીઓ માટે પણ આપવામાં આવી છે.

થાઈલેન્ડ માટે ભારત ચોથા નંબરનો ફેવરીટ દેશ
પ્રવાસન મામલે થાઇલેન્ડ માટે ભારત ચોથા નંબરનો ફેવરીટ દેશ છે. થાઈલેન્ડના ટોપ-3 માર્કેટની વાત કરીએ તો મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા પ્રથમ ત્રણ સ્થાન પર છે. સાથે જ થાઈલેન્ડ પણ ભારતીયો માટે સસ્તું પર્યટન સ્થળ છે. આ વર્ષે એટલે કે 2023માં અત્યાર સુધીમાં ભારતમાંથી 1 લાખ (લગભગ 2 લાખ) લોકો થાઇલેન્ડની યાત્રા કરી ચૂક્યા છે. થાઇલેન્ડનું લક્ષ્ય આ વર્ષે દેશમાં 28 મિલિયન પ્રવાસીઓ રાખવાનું છે. નવી સરકારને આશા છે કે ટ્રાવેલ સેક્ટરમાંથી નબળા એક્સપોર્ટને ધાર મળશે

થાઇલેન્ડમાં જોવા માટે આ છે શ્રેષ્ઠ સ્થળો
ભારતમાંથી દર વર્ષે ઘણા લોકો થાઇલેન્ડની મુલાકાત લે છે. ખાસ કરીને યુવાઓ માટે આ ફેવરિટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે. સૌથી વધુ જોવાલાયક સ્થળોની વાત કરીએ તો બેંગકોક, ફુકેત, ચિઆંગ મે, ફિફી આઇલેન્ડ, પટાયા, કાબી, હુઆ હિન, કોહ તાઓ જેવા શહેરો પર્યટન માટે આકર્ષણનું કેન્દ્ર છે. થાઇલેન્ડ એક ટાપુ છે એટલે કે તમે સુંદર સમુદ્રના દૃશ્યોનો આનંદ માણી શકો છો.

અત્યાર સુધીની વિઝા ફી કેટલી છે?
અત્યાર સુધી ભારતથી આવનારા મુસાફરોને બે દિવસના થાઇલેન્ડ વિઝા માટે 2 બાહટ (લગભગ 2000 ડોલર) ચૂકવવા પડતાં હતા પરંતુ હવે ખાલી પાસપોર્ટ લઈને થાઈલેન્ડ જઈ શકાશે અને ત્યાં આરામથી ફરી શકાશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરતમાંથી નકલી IPS પોલીસ અધિકારી ઝડપાયો

Vivek Radadiya

રાજકોટ CP અગ્રવાલ સામે વધુ આરોપો:- જાણો કોણે આરોપો મૂક્યા,,?

Abhayam

વિદેશમંત્રી જયશંકરે કર્યો ખુલાસો કેનેડા માટે ભારત વીઝા શરૂ કરે તેવી શક્યતા,

Vivek Radadiya