Abhayam News
AbhayamGujaratNews

દિવાળી બાદ ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO, શિક્ષણમંત્રીએ કર્યું એલાન

deo
dpo

ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી જણાવ્યું છે કે દિવાળી બાદ શિક્ષણવિભાગની વહીવટી જગ્યાઓ ભરવામાં આવશે.

  • દિવાળી બાદ શિક્ષણવિભાગની વહીવટી જગ્યાઓ ભરવામાં આવશે
  • દિવાળી બાદ તમામ જિલ્લાઓને મળશે DEO અને DPEO
  • જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની થશે નિમણૂક 
  • શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી જાહેરાત
  • તમામ જિલ્લાને મળશે DEO-DPO

ગુજરાતના શિક્ષણ વિભાગ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામા આવે તેવી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે. જેનો સીધો અર્થે એ થાય છે કે દિવાળી બાદ તમામ જિલ્લાઓને DEO અને DPEO મળશે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની નિમણૂક કરી શિક્ષણનું સ્તર સુધારવાની દીશામાં કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO

નોંધનિય છે કે રાજ્યમાં 39 DEO-DPEOની ખાલી જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે. જે વ્યવસ્થા હવે સુધરશે. ચાર્જને કારણે અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે. જેને લઈને હવે આ વ્યવસ્થા સુધરે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેની જવાબદારી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવાની અને નિરીક્ષણ કરવાની હોય છે, તે ડીઇઓ અને ડીપીઇઓના હવાલાથી વહીવટી કામગીરી સાથે જોડાયેલા  હોવાથી શાળાઓની ગુણવત્તા સુધારવાની કામગીરીમાં હાલ અનેક અવરોધ પેદા થઈ રહ્યા છે.

Related posts

2024 માં ટેસ્લા ભારતીય માર્કેટમાં કરશે એન્ટ્રી

Vivek Radadiya

સુરત માં પરવટ ગામ ખાડી નું પૂર રોકવા ખર્ચેલા 300 કરોડ રૂપિયા પાણીમાં.

Abhayam

ભારતની મોસ્ટ વોન્ટેડની યાદીમાં દાઉદ TOP 5માં સામેલ

Vivek Radadiya