Abhayam News
AbhayamGujaratNews

ડ્રગ્સના રાવણનું દહન ક્યારે? 

રાજ્યમાંથી ડ્રગ્સનાં દૂષણને નાબુદ કરવા માટે કમરકસી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી MD ડ્રગનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, દિલ્લી જેવા રાજ્યોમાં ડ્રગ્સ જતું હતું. ડ્રગ્સના દૂષણને ડામવા યુદ્ધ જેવી જ નીતિ અપનાવવી પડશે?

ડ્રગ્સના રાવણનું દહન ક્યારે? 

તાજેતરમાં ક્રાઈમબ્રાંચ અને DRIએ બાતમીના આધારે પોતાનું નેટવર્ક ગોઠવીને ઔરંગાબાદથી 800 કરોડના MD ડ્રગ્સનો પર્દાફાશ કર્યો. ડ્રગ્સનું નેટવર્ક ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી તે સારી બાબત છે પણ સવાલ એ છે કે ડ્રગ્સરૂપી આ રાવણ જે તેની ઝપેટમાં આવતા તમામને બરબાદ કરે છે તેનું સંપૂર્ણ દહન ક્યારે. ગૃહરાજ્યમંત્રી એવો હુંકાર તો કરી રહ્યા છે કે જ્યાં સુધી ડ્રગ્સનું દૂષણ નેસ્તનાબૂદ નહીં કરીએ ત્યાં સુધી ડ્રગ્સ સામેનું યુદ્ધ બંધ નહીં કરીએ. 

  • 800 કરોડના કોકેઈનનો પર્દાફાશ થયો
  • મસમોટું ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું
  • ડ્રગ્સના નેટવર્કમાં મહારાષ્ટ્ર કનેકશન પણ નિકળ્યું

સિક્કાની બીજી બાજુ એ છે કે ડ્રગ્સના દૂષણને નાથવાની જગ્યાએ તેની ઉપર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.  ઉદ્ધવ જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે પોતાના સ્વભાવ મુજબ ગુજરાત ઉપર પ્રહાર કર્યા. સંજય રાઉત મહારાષ્ટ્રને ડ્રગ્સનું હબ બનવા પાછળ ગુજરાતને જવાબદાર ગણે છે ત્યારે આવા ગંભીર આરોપનું તથ્ય સંજય રાઉતે પોતે તપાસ્યું છે કે નહીં તે અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ ડ્રગ્સના રાવણને નાથવા નેતાઓએ પણ રાજકારણ બાજુ પર મુકવું જોઈએ તે માટે સૌ કોઈ સહમત થશે. ત્યારે ડ્રગ્સનું દહન શક્ય છે કે નહીં અને છે તો કઈ રીતે તેની ચર્ચા કરીશું.

અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને DRIએ ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.  રાજ્યના વિવિધ વિસ્તારમાં સમયાંતરે ડ્રગ્સ ઝડપાવાની ઘટના બનતી રહે છે. મુખ્ય આરોપી સહિત 3 આરોપી ઝડપી લેવાયા છે.  800 કરોડના કોકેઈનનો પર્દાફાશ થયો. મસમોટું ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું. ડ્રગ્સના નેટવર્કમાં મહારાષ્ટ્ર કનેકશન પણ નિકળ્યું છે. ડ્રગ્સના રાવણનું દહન ક્યારે? 

  • ડ્રગ્સરૂપી રાવણ સળગાવવા દશેરાના મૂહુર્તની રાહ નથી જોઈ
  • છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે સૌથી વધુ ડ્રગ્સ પકડ્યું
  • ગુજરાત પોલીસે અન્ય રાજ્યમાં જઈને પણ ડ્રગ્સ પકડવામાં સફળતા મેળવી

સરકાર અને પોલીસે શું કહ્યું?
ડ્રગ્સરૂપી રાવણ સળગાવવા દશેરાના મૂહુર્તની રાહ જોઈ નથી. છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે સૌથી વધુ ડ્રગ્સ પકડ્યું. ગુજરાત પોલીસે અન્ય રાજ્યમાં જઈને પણ ડ્રગ્સ પકડવામાં સફળતા મેળવી છે. ડ્રગ્સની સામે યુદ્ધ છેડ્યું છે. ડ્રગ્સને સંપૂર્ણ સાફ કરીને જ અમે યુદ્ધવિરામ કરીશું.

  • જીતેશ હિનોરિયા નામનો મુખ્ય આરોપી ઝડપાઈ ગયો
  • મુખ્ય આરોપી મૂળ બોટાદનો છે અને 10 વર્ષ પહેલા ઔરંગાબાદ જતો રહ્યો
  • મુખ્યા આરોપી જીતેશ રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે
  • લો પ્રોફાઈલ ફેક્ટરી કેમિકલ માટે મેળવીને MD ડ્રગ અને કોકેઈન બનાવતો હતો

800 કરોડનું ડ્રગ્સ કેવી રીતે પકડાયું?


અમદાવાદ ક્રાઈમબ્રાંચને બાતમી મળી હતી.  મહારાષ્ટ્રના સંભાજીનગરમાં કેમિકલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનતું હતું. અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને DRIએ ટીમ બનાવીને રેડ કરી હતી.  જુદી-જુદી ફેક્ટરીઓમાં MD ડ્રગનું ઉત્પાદન થતું હતું. જીતેશ હિનોરિયા નામનો મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. જ્યારે  મુખ્ય આરોપી મૂળ બોટાદનો છે અને 10 વર્ષ પહેલા ઔરંગાબાદ જતો રહ્યો. મુખ્યા આરોપી જીતેશ રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે. લો પ્રોફાઈલ ફેક્ટરી કેમિકલ માટે મેળવીને MD ડ્રગ અને કોકેઈન બનાવતો હતો. આરોપી જુદા-જુદા વ્યક્તિઓને માલ મોકલતો હતો. 5 કિલોના પેકેટમાં ડ્રગ્સની હેરાફેરી થતી હતી. આંગડિયા પેઢીથી નાણાકીય વ્યવહાર થતો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, દિલ્લી જેવા રાજ્યોમાં ડ્રગ્સ જતું હતું. જુદી-જુદી ફેક્ટરીઓમાં કામ થતું હતું. આરોપીએ મોટું નેટવર્ક ઉભું કર્યું હતું. ડ્રગ્સ પેડલર દ્વારા હેરાફેરી થતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

NRIs પણ સરકારી બોન્ડમાં નાણાંનું રોકાણ કરી શકે છે

Vivek Radadiya

47 વર્ષના અભિનેતા શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટઍટેક 

Vivek Radadiya

આ પાટીદાર યુવતી ને યુ એસ ન્યુયોર્ક ખાતે ડોકટર ની પદવી એનાયત…

Abhayam