Abhayam News
AbhayamGujaratSocial Activity

બોટાદમાં નારાયણની થેરાપી અને એક્યુપ્રેશર પદ્ધતિ બીમારીમાંથી મળશે મુક્તિ

આ થેરાપી અનેક રોગમાં રામબાણ ઇલાજ, બીમારીમાંથી મળશે મુક્તિ બોટાદમાં નારાયણની થેરાપી અને એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે. આશીર્વાદ વેલનેસ સેન્ટર દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ થેરાપીનાં અનેક ફાયદા છે.

બોટાદમાં આશીર્વાદ વેલનેસ સેન્ટર

બોટાદમાં આશીર્વાદ વેલનેસ સેન્ટર દ્વારા દર્દી નારાયણની થેરાપી અને એક્યુપ્રેશર પદ્ધતિથી વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. આજના યુગમાં લોહીના અપૂરતા પરિભ્રમણને કારણે માનવ શરીરમાં અનેક રોગોનો ઉદભવ થાય છે. જેમાં આયુર્વેદ પ્રમાણે એક્યુપ્રેશર અને થેરાપીની પદ્ધતિથી સારવાર કરતા આવા રોગો સામે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે..

ઇલેક્ટ્રો ઈમ્પલસ થેરાપી

સમગ્ર માનવ શરીરમાં લોહીના પરિભ્રમણમાં ઈલેક્ટ્રીક થેરાપી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે અંગે થેરાપી કરવાની પદ્ધતિ અને તેનાથી થતા યોગ્ય ફાયદા થાય છે. આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે ઇલેક્ટ્રો ઈમ્પલસ થેરાપીથી અને એક્યુપ્રેશરથી ડાયાબિટીસ, થાયરોડ, સાયટીકા, પેરાલિસિસ ઘૂંટણમાં સખત દુખાવો, પગમાં ખાલી અને લોહીના ગઠ્ઠા,થાક અને પગમાં દુખાવો,પગમાં ઝનઝનાટી જેવા અનેક રોગો સામે રક્ષણ મળે છે.

નારાયણની થેરાપી અને એક્યુપ્રેશર પદ્ધતિ

બોટાદ જિલ્લાના ગઢડામાં વાઢાળા ચોક સ્થિત બ્રહ્મ સમાજની વાડી ખાતે ભાવનગરના આશીર્વાદ વેલનેસ સેન્ટરના સંચાલક રઘુવીર સિંહ ગોહિલ દૈનિક 100 થી વધુ દર્દીઓને ઇલેક્ટ્રો ઈમ્પલસ થેરાપી અને બોડી પલ્સ પદ્ધતિથી વિનામૂલ્યે સારવાર કરી રહ્યા છે. દર્દીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. 7 દિવસ સુધી વિનામુલ્યે સારવાર આપશે. આ પદ્ધતિથી દર્દીઓને સાત દિવસમાં ઘણી બધી રાહત મળી રહે છે.

સંચાલક રઘુવીરસિંહ ગોહિલએ જણાવ્યું

આશીર્વાદ થેરાપી સેન્ટરના સંચાલક રઘુવીરસિંહ ગોહિલએ જણાવ્યું હતુ કે, આજના યુગમાં દર્દીઓ દવા, ઇન્જેક્શન ખાઈને પરેશાન થઈ રહ્યા છે.અનેક કિસ્સામાં તેની આડ અસરો પણ જોવા મળે છે. આ થેરાપી પદ્ધતિથી દર્દીઓને ખૂબ જ ઓછા સમયમાં વધુ ફાયદા સાથે રાહત મળે છે. તેમજ શરીરના દરેક અવયવ સુધી લોહીનું પરિભ્રમણ ક્ષમતા ખૂબ જ વધે છે. જેથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. માત્ર 30 મિનિટની થેરાપી કરવાની સાથે જ છ કિલોમીટર ચાલવા સુધીની અસર શરીરમાં થાય છે.

દર્દીઓને ખૂબ જ ઓછા સમયમાં વધુ ફાયદા

કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હદયની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરના ઝોમ અને શક્તિ વધારે છે.

લોહીનું પરિભ્રમણ થાય

લાંબા સમય સુધી બેસી અથવા ઉભા રહેવાથી અપૂરતું લોહીનું પરિભ્રમણ થાય, પણ માત્ર 30 જ મિનિટ બોડી પલ્સનો ઉપયોગ કરવાથી તમે એક્ટિવ અને દર્દ મુક્ત દિવસ માણી શકો છો. આ સાધન તમારું લોહીનું પરિભ્રમણ સુધારીને તમને બીજી ગંભીર બીમારીઓ જેમ કે હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હાર્ટ એટેકથી બચાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ ખેલાડીઓને IPL2024ની હરાજીમાં મળશે સૌથી વધુ રૂપિયા

Vivek Radadiya

વલસાડની શાળામાં 12 મરઘા અને 1 બકરાને કાપી નાખ્યા

Vivek Radadiya

શું માર્કેટમાં ફરી આવી રહી છે 1000 ની નોટ?

Vivek Radadiya