Abhayam News
AbhayamGujaratWorld

શું પેટ્રોલના ભાવ ઘટશે? રશિયા બન્યુ ભારતનું ટોપનું ઓઈલ સપ્લાયર

એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ભારતે એવરેજ 1.76 મિલિયન બેરલ પ્રતિ દિવસ રશિયાથી ક્રુડ ઈમ્પોર્ટ કર્યુ છે. જ્યારે ગયા વર્ષે આ ઈમ્પોર્ટની સંખ્યા 7,80,000 બેરલ પ્રતિ દિવસ હતું. આંકડા જોઈને સમજી શકાય છે કે સપ્ટેમ્બર મહિનામાં રશિયાએ ભારતનું ઈમ્પોર્ટ જે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓછુ થઈ ગયુ હતું, તે વધીને 1.54 મિલિયન બીપીડી થઈ ગયુ. જે ઓગસ્ટ મહિનામાં 11.8 ટકા હતું.

પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધના કારણે હાલમાં ખાડી દેશ ચર્ચાનો વિષય બન્યા છે. ગાઝા પર સતત થઈ રહેલા ઈઝરાયેલ હુમલાની વચ્ચે ખાડી દેશ હાલમાં ખુબ જ નારાજ છે પણ ખાડી દેશો હવે આ સમાચાર જાણીને વધારે નિરાશ થશે. રશિયાએ ખાડી દેશોને મોટો આંચકો આપ્યો છે. રશિયાએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં ઈન્ડિયન ક્રૂડ ઓયલ બાસ્કેટમાં 40 ટકાની ભાગીદારી કરી છે..

 બાસ્કેટમાં ક્યારેકે ખાડી દેશો રાજ કરતા હતા. 2022માં રશિયા-યૂક્રેન યુદ્ધ પહેલા ખાડી દેશોની ભાગીદારી મોટા પ્રમાણમાં હતી અને રશિયાની 2 ટકા પણ નહતી. જ્યારે રશિયા પર પ્રતિબંધ લાગ્યા અને તેને સસ્તુ ક્રૂડ ઓયલ આપવાની જાહેરાત કરી તો ભારતે તેનો મોટા પ્રમાણમાં લાભ લીધો અને ઝડપથી રશિયાની ઈન્ડિયન બાસ્કેટમાં ભાગીદારી ઓપેક દેશો કરતા વધારે થઈ ગઈ.

ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટુ ઓયલ ઈમ્પોર્ટર

ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટુ ઓયલ ઈમ્પોર્ટર અને ઉપભોક્તા છે. આ વર્ષના અંત સુધી વોલેન્ટરી પ્રોડક્શન કટને વધારવાના સાઉદી અરબના નિર્ણય બાદ મિડલ ઈસ્ટ સપ્લાયમાં પણ ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ભારત બીજા વિકલ્પો પર પણ વિચાર કરી શકે છે.

ભારત 1.76 મિલિયન બેરલ પ્રતિ દિવસ રશિયાથી ક્રુડ ઈમ્પોર્ટ કર્યુ

એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ભારતે એવરેજ 1.76 મિલિયન બેરલ પ્રતિ દિવસ રશિયાથી ક્રુડ ઈમ્પોર્ટ કર્યુ છે. જ્યારે ગયા વર્ષે આ ઈમ્પોર્ટની સંખ્યા 7,80,000 બેરલ પ્રતિ દિવસ હતું. આંકડા જોઈને સમજી શકાય છે કે સપ્ટેમ્બર મહિનામાં રશિયાએ ભારતનું ઈમ્પોર્ટ જે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓછુ થઈ ગયુ હતું, તે વધીને 1.54 મિલિયન બીપીડી થઈ ગયુ. જે ઓગસ્ટ મહિનામાં 11.8 ટકા હતું.

રશિયા એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ભારતનું ટોપ સપ્લાયર રહ્યું છે. ત્યારબાદ ઈરાક અને સાઉદી અરબનું નામ જોવા મળે છે. 6 મહિનામાં મિડલ ઈસ્ટથી ઈમ્પોર્ટ લગભગ 28 ટકા ઘટીને 1.97 મિલિયન બીપીડી થઈ ગયુ, જેનાથી ભારતના કુલ ક્રુડ ઈમ્પોર્ટમાં ભાગીદારી એક વર્ષ પહેલાના સમયમાં 60 ટકાથી ઓછી થઈને 44 ટકા થઈ ગઈ

આંકડા મુજબ CISથી ક્રુડની ભાગીદારી જેમાં અજરબેજાન, કજાકિસ્તાન અને રશિયા સામેલ છે. મુખ્ય રીતે મોસ્કો પાસેથી વધારે ખરીદીના કારણે લગભગ 43 ટકા થઈ છે. ભારતના કુલ ઈમ્પોર્ટમાં ઓપેકની ભાગીદારી છેલ્લા 22 વર્ષમાં સૌથી ઓછી થઈ ગઈ છે જેનું કારણ છે મિડલ ઈસ્ટ પાસેથી ઓછી ખરીદી. ઓપેકના સભ્યોની ભાગીદારી મુખ્યરીતે મિડલ ઈસ્ટ અને આફ્રિકાથી છેલ્લા 5 મહિના એપ્રિલથી સપ્ટેમ્બરમાં 46 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એક વર્ષ પહેલા તે 63 ટકા હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દારૂ પીવાની છૂટ મળતા જ 107 લોકોએ રાતોરાત કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા

Vivek Radadiya

આઈપીએલ 2021ની બાકીની રમાનારી મેચોની તારીખ જાહેર થઈ ..જુઓ જલ્દી

Abhayam

દર્શન માત્રથી ભીડભંજન કષ્ટરૂપી ભીડને દૂર કરશે

Vivek Radadiya