Abhayam News
AbhayamBusinessGujarat

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, માર્કેટની મજા બગાડવામાં આ શેરનો મોટો હાથ, જાણો વિગત

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો.જેને પગલે BSE સેન્સેક્સ 231 પોઈન્ટ ઘટીને 65,397 પર બંધ થયો. નિફ્ટી પણ 82 પોઈન્ટ ઘટીને 19,542 પર બંધ રહ્યો છે.

  • શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો
  •  સેન્સેક્સ 231 પોઈન્ટ ઘટીને 65,397 પર બંધ
  •  નિફ્ટી પણ 82 પોઈન્ટ ઘટીને 19,542 પર અટક્યો

માટે આજનો દિવસ પણ શુકનવંતો સાબિત થયો ન હતો. આજે સતત ત્રીજા દિવસે શેર બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સપ્તાહમાં કારોબારના છેલ્લા દિવસે પણ સેન્સેક્સમાં ઘટાડો નોંધાતા 65, 400 થી નીચે રહ્યો હતો. તો નિફટીમાં પણ કડાકો નોંધાયો હતો. સેન્સેક્સમાં 231 પોઈન્ટ નો કડાકા સાથે 65,397 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 82 પોઈન્ટ ઘટીને 19,542 પર અટક્યો હતો. તેમજ નિફ્ટી બેન્ક 31 પોઈન્ટ ઘટીને 43,723 પર બંધ રહ્યો હતો.

મુખ્ય સૂચકાંકો લાલ નિશાન સાથે બંધ
એફએમસીજી, મેટલ, ફાર્મા અને પીએસયુ બેન્કિંગ સેક્ટરે માર્કેટની મજા બગાડતા વેચવાલી જોવા મળી હતી. તો ખાનગી બેન્કિંગ સેક્ટરમાં હળવી ખરીદી દેખાઈ હતી. શેરબજારમાં સતત ત્રીજા દિવસે વેચવાલી નોંધાઈ હતી. મુખ્ય સૂચકાંકો લાલ નિશાન સાથે બંધ થતાં રોકાણકારોના વળતરની આશા ઠગારી નીવડી હતી. કોટક બેંકમાં 1.80 ટકાનો વધારો તો ઈન્ડુસલેન્ડ બેંકમાં 1.20 ટકા અને tsc માં 1.12 ટકા તથા એસબીઆઇ લાઇફમાં 1.1 ટકાનો વધારો નોંધાયો હતો

Related posts

IPL ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા

Vivek Radadiya

BSFએ લૉન્ચ કર્યું ‘મિશન હની’

Vivek Radadiya

કપાસના ઓછા ભાવનું કારણ શું?

Vivek Radadiya