સુમુલ દ્વારા પશુપાલકોને કિલો ફેટે 10 રૂપિયાનો ભાવવધારો અપાયો છે. સુરત શહેરમાં રોજનું 12 લાખ લીટર દૂધનું વેચાણ. સુરતવાસીઓ પર ભાવવધારાનો વધુ એક માર પડ્યો છે. સુમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાની સાથે જ પશુપાલકોને કિલો ફેટે રૃા.૧૦ નો વધારો કરાયો છે. જોકે પશુપાલકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ આ વધારો કરવાથી છ ફેટના દૂધના ફકત ૬૧ પૈસા જ વધારો મળવા પામેલ છે. જે પશુપાલકો માટે મજાક સમાન હોવાની ફરિયાદ ઉઠી છે.
સુમુલ ડેરીએ દૂધની બે પ્રોડક્ટ ઉપર ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમુલ શક્તિ અને અમુલ ગોલ્ડના ભાવમાં વધારો કરાયો છે. અમુલ દ્વારા ભાવ વધારો કરાયા બાદ સુમુલે પણ ભાવ વધાર્યા. અમુલ શક્તિ 58 રૂપિયા લીટર જ્યારે અમુલ ગોલ્ડ 64 રૂપિયા લીટર થયું. પશુ આહારમાં થયેલા ભાવવધારા ને કારણે દૂધના ભાવમાં વધારો કરાયો.
તાજેતરમાં જ સુમુલ દ્વારા દૂધની બે પ્રોડકટ પર લિટરે રૃા.૨ નો વધારો કર્યો છે. આ વધારો કરતા જ સુરત અને તાપી જિલ્લાના ૨.૫૦ લાખ પશુપાલકોને પણ ગાય અને ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે રૃા.૧૦ નો વધારો કર્યો છે. આ વધારાને લઇને પશુપાલકોમાંથી ફરિયાદ ઉઠી છે કે ૨૦૨૦ પછી માર્કટમાં દૂધના વેચાણ ભાવમાં લિટરે ૫૬ ના ૬૪ થવાથી લિટરે રૃા.૮ સુમુલને મળે છે. જયારે ૨૦૨૦ પછી દાણ વેચાણ ભાવ રૃા.૧૨૩૫ થી ૧૫૪૫ થવાથી કિલો દીઠ રૃા.૪.૭૩ સુમુલને મળ્યા છે. આમ બન્નેનો સરવાળો કરીએ તો સુમુલ ડેરીને રૃા.૧૨.૭૭ પેસા મળે છે. જેની સામે સુમુલ ડેરી પશુપાલકોને શુ ચૂકવે છે ? ૨૦૦૨ પછી કિલો ફેટે ૬૯૫ થી ૭૬૦ થયા. એટલે લીટરે રૃા.૩.૯૦ પશુપાલકોને ચૂકવે છે. આમ ૧૨.૭૭ માંથી ફકત ૩.૯૦ પશુપાલકોને ચૂકવાય છે. તો બાકીના રૃા.૮.૮૭ જાય છે કયાં ? સુમુલ ડેરીનું દરરોજનું સરેરાશ ૧૫ લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. તો દરરોજની એક કરોડ થી પણ વધુની આવક થાય છે. આ રકમ જોતા પશુપાલકોને છેંતરવાનો ધંધો થઇ રહ્યો હોવાના પશુપાલકો અને જાગૃત નાગરિકોમાંથી આક્ષેપ થઇ રહ્યા છે.