Abhayam News
AbhayamNews

રાજકોટઃ પાણી પુરવઠા વિભાગનો કર્મચારી લાંચ લેતા પકડાયો…

પાણી પુરવઠા વિભાગના એક કર્મચારીની લાંચ લેતી વખતે છટકું ગોઠવીને રાજકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીનું નામ સંદીપ હેમચંદ્ર જોષી છે. તેઓ ના. કા. ઈ. વર્ગ-2 પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ટ પેટા વિભાગ વિંછીયા ખાતે ફરજ બજાવે છે. આ સાથે જ તેમને રાજકોટ જિલ્લાની જસદણ કચેરીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલો છે. 

ર બાદ તેમણે બાકીની 3,01,881 રૂપિયાની રકમ માટે આરોપીને ફોન કર્યો હતો. તે સમયે સંદીપ જોષીએ તેમને ઓફિસે બોલાવીને સિક્યોરિટી ડિપોઝીટ રીલિઝ કરવા વ્યવહારમાં સમજવાનું કહીને 7 ટકા લેખે 45,000 રૂપિયાની લાંચ માગી હતી. અનેક રકઝક બાદ 25,000 રૂપિયાની લાંચની રકમ ફાઈનલ થઈ હતી. 

જોકે, ફરિયાદી લાંચ આપવા નહોતા માગતા માટે તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 11 ફેબ્રુઆરી, 2022ના રોજ રાજકોટમાં એરપોર્ટ રોડ તરફ જવાના રસ્તાની સામેના દરવાજાએ રેસકોર્સ રીંગ રોડ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું.

તેમાં આરોપીએ પંચ-1ની હાજરીમાં જ હેતુલક્ષી વાતચીત કરીને ફરિયાદી પાસેથી 25,000 રૂપિયાની લાંચની રકમ માગી હતી અને તે સ્વીકારતી વખતે તે ઝડપાઈ ગયો હતો. રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર શ્રી આર. આર. સોલંકીએ ટ્રેપ ગોઠવીને આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં શ્રી એ. પી. જાડેજા મદદનીશ નિયામક રાજકોટ એકમે સુપરવિઝન અધિકારીની ફરજ બજાવી હતી. 

ફરિયાદીને વિંછીયા તાલુકાના અજમેરપરા ગામ ખાતે આર.સી.સી. પંપ 50,૦૦૦ લીટર તથા 2-2 મીટર સાઈઝનું પંપ હાઉસ, 3250-પીવીસી પાઈપલાઇન નાખવાના કામનું રૂા. 6,48,00/-નું ટેન્ડર મળ્યું હતું. આ કામ તેમણે તા. 29 નવેમ્બર, 2021ના રોજ પૂર્ણ કરી દીધું હતું અને પ્રથમ બિલની નેટ રકમ 2,80,175 રૂપિયા તેમના બીઓબીના બેંક ખાતામાં જમા થઈ ગઈ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ડાક કર્મીઓ હડતાળ પર ઉતર્યા

Vivek Radadiya

સુરત:-SMC મોદી-રૂપાણીના 12 ફોટા લગાવવા આટલા લાખનો ધુમાડો..

Abhayam

‘હેટ ક્રાઇમ’ વધતા કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશ મંત્રાલયનું એલર્ટ

Archita Kakadiya