Abhayam News
AbhayamNews

બજેટ 2022: નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા આર્થિક સર્વેક્ષણની રજૂઆત….

આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના પહેલા સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણથી થઈ હતી. રાષ્ટ્રપતિએ બંને સદનોને સંબોધિત કર્યા હતા.

ત્યાર બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામણે આર્થિક સર્વેક્ષણ (2021-22) રજૂ કર્યું હતું. કોરોના મહામારીના અનુસંધાને આ વખતે સંસદના સદસ્યોને આર્થિક સર્વેક્ષણ અને બજેટની ડિજિટલ કોપી આપવામાં આવશે. 

નાણા મંત્રી નિર્મલા સીતારામણે સદનના પટલ પર આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું.

તે અંગે વિપક્ષ તરફથી તેની ડિજિટલ પ્રતિઓને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સ્પીકર ઓમ બિડલાએ કહ્યું હતું કે, ડિજિટલ સંસદ છે અને હવે તમારા સૌના સહયોગથી સંસદમાં ડિજિટલ કામ થશે. 

નિર્મલા સીતારામણે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ 2021-22 રજૂ કર્યું હતું.

આ સાથે જ હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી મંગળવારે સવારના 11:00 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

લોકસભા સ્પીકર ઓમ બિડલા જ્યારે આર્થિક સમીક્ષા રજૂ કરવા માટે નાણા મંત્રીનું નામ બોલ્યા ત્યારે યોગ્ય રીતે નહોતા ઉચ્ચારી શક્યા અને ‘નિર્મલતા સીતારામણજી’ કહી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પથ્થરમારો

Vivek Radadiya

અમદાવાદ : લાંચ લેવામાં ગૃહ વિભાગ અગ્રેસર, જાણો કયા કયા વિભાગમાં કેટલી ટ્રેપ થઈ….

Abhayam

EDએ પકડ્યું બાયજુનું મોટું fraud

Vivek Radadiya